________________
આપણું પુણ્ય અને સામી વ્યક્તિની પાત્રતા જોઈએ અને આ બંને વસ્તુ પરાધીન છે. તો શા માટે પરાધીન વસ્તુમાં ફાંફા મારવા ?
જ્યારે ફરજનું પાલન કરવા માટે વિવેક અને જાગૃતિ જોઈએ અને બહુ આશાસ્પદ વાત એ છે કે આ બંને વસ્તુ સ્વાધીન છે. તો શા માટે તેની અવગણના કરવી ?
રણનું પાણી દુર્લભ હોવાથી કોઈ વેડફતું નથી. તેમ મનુષ્યનું આયુષ્ય પણદુર્લભ અને પરિમિત હોઈ તેને અધિકારની પ્રાપ્તિ પાછળ વેડફવું એ રણનું પાણી ગટરમાં નાંખવા બરાબર છે.
અધિકાર જ જોઈતો હોય તો પ્રાજ્ઞ પુરુષે બધી શક્તિ આત્માને પરમાત્મા બનાવવા માટે વાપરવાની છે. તે માટે જ સૌએ મનની માવજત કરવાની છે ને તેના ઘણાં સુંદર ફળો મળે છે. (IV) મનને છેલ્લો ઓર્ડર આપવાનો છે કે તારે પ્રત્યેક પ્રસંગોમાં આત્માના હિત માટે પ્રવર્તવાનું છે. કોઈ પણ નિમિત્તને આગળ કરી, તેનો વાંક કાઢી
(૧૯)