________________
તે
કરતાં ખરા લાગે તે ખરા. આ ઉપર એક દૃષ્ટાંત આપું. છું', પરથી સમજાશે—
ચશેાતિ નામની નારી એક શખ નામના કિને હતી. તે વણિક ખીજી પરણ્યા, અને તેમાં લુબ્ધ રહેવા લાગ્યા. આથી યશેામતિને દ્વેષ થયેા. તેથી એક મ‘ત્રવાદી પાસેથી મત્રવાળી મૂળી લીધી કે જે ખવરાવવાથી ધણી બળદ થાય. યશામતિએ તે પેાતાના ધણીને ખવરાવી બળદ કર્યાં, આથી શાકયે રાજાને વાત કરી. રાજાએ યુશામતિને તે મળદ આપ્યું. હવે યશેાતિ હમેશાં તે બળદને ચારવા લઈ જાય છે. એક વખતે વિદ્યાધર અને વિદ્યાધરી વિમાનમાં બેસીને જતાં હતાં, ત્યારે વિદ્યાધરીએ યશેામતીને રૂદન કરતી જોઇ અને તેના દુઃખનું કારણ પેાતાના સ્વામી વિદ્યાધરને પૂછ્યું, તેણે કહ્યુ* પેાતાના ધણીને ખળદ કરેલ છે તે છે.' ત્યારે ફરી વિદ્યાધરીએ દયા લાવી તેના ઉપાય પૂછ્યા. ત્યારે વિદ્યાધરે કહ્યું ‘જ્યાં તે નાર બેઠી છે ત્યાં એક જડીબુટ્ટી છે. તે જો બળદને ખવરાવે તે ફરી તે પુરુષ થાય.' વિદ્યાધર પાતાની સ્ત્રીની સાથે ચાલ્યા ગયા, પણ યશામતિએ તે સાંભળ્યું એટલે જેટલાં ઘાસ ત્યાં ઉગ્યાં હતાં તે બધાં ચુટી લઈ દરેક હેડ બળદને ખવરાવવા લાગી. આમાં શુદ્ધ મળીચું–જડીબુટ્ટી હતી તે ખવરાવી, એટલે તે બળદ પુરુષ થયા.
આ દૃષ્ટાંત ઉપરથી હૈ મહારાજ ! આપ લક્ષ આપી દેન છે તે સવ પારખીને તેમાંથી સાચા ધમ ગ્રહણ કરે. આવાં ગુરુનાં વચન સાંભળી શ્રી સિદ્ધરાજ હર્ષિત થયા.
પછી રાજાએ સિદ્ધપુરીમાં રૂદ્રમાળ નામનું મંદિર ધાવ્યુ તેની સાથે પેાતાના આભ મંત્રી પાસે એક રાયવિહાર નામે જિનપ્રાસાદ કરાવી તેમાં શ્રી વીરપ્રભુની મૂર્તિ સ્થાપી.
એક વખત શ્રી હેમસૂરિને રાજાએ પૂછ્યું કે ઈશ્વર અને અરિહંતમાં 'તર શું ? ત્યારે તેણે કહ્યુ કે ઈશ્વર (શકરની ઉપર છે તેમ)ના મસ્તકે ચંદ્ર રહે છે, જ્યારે અરિહંતના ચરણે તે ચંદ્ર નમે છે.' વળી સુતારને તેડાવી તેને તે અ'તર પૂછે! એમ કહેતાં