Book Title: Yogadraushtina Ajwala Part 1 Author(s): Muktidarshanvijay Publisher: Vardhaman Seva Nidhi Mumbai View full book textPage 7
________________ અનેક ભવ્ય-આત્માઓને આ વ્યાખ્યાનોનો લાભ મળે, તેની અસર ચિરસ્થાયી બની રહે, આત્મા ઉપર યોગ પરિણતિનું ઘડતર થાય, ક્લેશમય પરિણતિનો અંત આવે, જીવન નંદનવન બને અને મોક્ષમાર્ગ પર અવિરત પ્રયાણ કરવાનું અતુલ એવું બળ સાંપડે એવા દિવ્ય આશયથી અમારા શ્રી સંઘને તેઓશ્રીના આ વ્યાખ્યાનોને પુસ્તકારૂઢ કરવાની ઈચ્છા થઈ, જોકે અમારા માટે આ કાર્ય કઠિન હતું, પૂજ્યશ્રીને વાત કરતાં તેઓશ્રીએ નિર્લેપભાવે કહી દીધું કે “આ કાર્ય મારું નહિ' પણ અમારા સદ્દભાગ્યે ચાતુર્માસમાં બિરાજમાન રૈવતાચલચિત્રકૂટાદિ તીર્થોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ નીતિસૂરીશ્વરજી મ.સા.નાં પ્રશિષ્ય ચારિત્રચૂડામણિ પ. પૂ. આચાર્યદેવશ્રી મંગલપ્રભસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય વર્તમાન ગચ્છાધિપતિ, સરલાશયી, તપસ્વીરત્ન પ. પૂ. આચાર્યદિવશ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની વિદૂષી સાધ્વીશ્રી ૫. પૂ. લાવણ્યશ્રીજી મ.સા.ના શિષ્યા પ. પૂ. મયૂરકળાશ્રીજી મ.સા.એ વ્યાખ્યાનનું અવતરણ કરેલ. તેઓશ્રીને અમારા શ્રી સંઘે તે સમગ્ર વ્યાખ્યાનોને વ્યવસ્થિત રીતે ફેર કરી પુસ્તકનું સંકલન, સંપાદન કરવા વિનંતી કરતાં તેઓશ્રીએ ઉદાર હૃદયે તેનો સ્વીકાર કર્યો. અને પોતાનાં શિષ્યાશ્રી નંદીયશાશ્રીજીની સહાયથી આ ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો. બંને પુણ્યાત્માઓએ પોતાના કિંમતી સમયનો ભોગ આપીને સમગ્ર વ્યાખ્યાનની નોંધોને વ્યવસ્થિત કરી પૂજ્યશ્રીના પ્રવચનનો આશય જળવાઈ રહે તે રીતે પોતાની આગવી શક્તિ અને કસબ વાપરીને પુસ્તકનું સુંદર સંકલન-સંપાદન કરી આપ્યું છે. લગભગ ૧૦-૧૦ મહિના સુધી અખંડ શ્રમ લઈને તૈયાર કરેલ આ પુસ્તક પાછળ તેઓશ્રીની ઉદાર દૃષ્ટિ, વિશાળ ભાવના અને જીવો પ્રત્યેની પરમ ભાવકરુણાના અમારા શ્રી સંઘને દર્શન થાય છે. તેઓશ્રીના સહકાર અને સહયોગથી જ અમારો શ્રી સંઘ આ “યોગદૃષ્ટિનાં અજવાળાં' પુસ્તકનું પ્રકાશન કરવા બડભાગી બન્યો છે. તે માટે અમારો શ્રી સંઘ એ બન્ને પુણ્યાત્માઓનો અત્યંત ઋણી છે. તથા અમારા સંઘના સભ્ય શ્રી જીતેંદ્રભાઈ કાપડિયા, (અજંટા પ્રીન્ટર્સ) તથા રોહિતભાઈ કોઠારી (શારદા મુદ્રણાલય)એ ખંતથી આ કામ કરી આપ્યું છે. તે માટે અમે તેમના પણ આભારી છીએ. નિશ્ચય અને વ્યવહારની સમતુલા જાળવતું આ પ્રસ્તુત પુસ્તકનું વાંચન-ચિંતન-મનન કરી સૌ કોઈ આત્મા પોતાના આત્મા ઉપર રહેલી કર્મરજને દૂર કરે. અને સાધનામાર્ગને અપનાવી શીધ્રાતિશીધ્ર પ્રન્થિભેદ કરી સ્વાનુભૂતિ-સમ્યગ્ગદર્શનને પામી એના દ્વારા પરમપદના ભોક્તા બને એ જ અંતરની સદાની શુભાભિલાષા સહ ભવદીય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 434