________________
અને ઉપાધ્યાયજી પ્રત્યેના આદરમાનમાં વૃદ્ધિ કરાવશે અને એક વિરલ અને તેજસ્વી બુદ્ધિપ્રતિભાસંપન્ન વ્યક્તિ, અપ્રમત્ત ભાવના રાખી જ્ઞાનોપાસનાનો પ્રચ૭ પુરુષાર્થ કરે, સાથે સાથે સામાજિક કે દુન્યવી વહેવારોનાં આકર્ષક પ્રલોભનોથી દૂર રહે તો શું સિદ્ધિ મેળવી શકે છે ? તે અંગેની જ્વલન્ત પ્રેરણા પણ આપણને સહુને આ ગ્રન્થ આપી જશે. આ ગ્રન્થના વાચન દ્વારા વાચકો તેઓશ્રીના ઉત્તમ સાહિત્યના સેવન, સર્જન અને વિવર્ધનના કાર્યમાં ચૂનાધિકપણે પણ પ્રગતિ કરશે તો, આ ગ્રન્થપ્રકાશનની વિશેષ સાર્થકતા લેખાશે. બાકી તો જૈન શ્રીસંઘના સહકારથી ઉપાધ્યાયજી ભગવંતે કરેલા અગણ્ય મહાન ઉપકારોનું ઋણ સેંકડો વર્ષ બાદ પણ અંશે અદા કરવાનું કાર્ય આવા ગ્રન્થો દ્વારા થઈ રહ્યું છે. એ જ જૈન શ્રીસંઘ કે આ સંસ્થા માટે એક મોટી સંતોષાત્મક બાબત અને ગૌરવાસ્પદ ઘટના છે.
આ પ્રકાશન પણ સંજોગવશ દુતવિલમ્બિતવૃત્તની જેમ થોડું વિલંબે પ્રકાશિત થયું છે. પણ થયું છે એ જ આનંદજનક છે.
આ ગ્રન્થની કોઈ કોઈ હકીકતો, વધુ સંશોધન, વધુ વિચારણાઓ માગે તેવી પણ છે. પણ આવા પ્રયત્નો ચાલુ રહેશે તો, નવી સૂઝ, હકીકતો અને પુરાવાઓ મળતાં તેમાં સુધારા વધારા થતા રહેશે. પરિણામે સંપૂર્ણ સત્ય કાં તો સત્યની વધુ નજીક પહોંચવાનું થતું રહેશે.
વાચકો, વિદ્વાનો આ પુસ્તક જરૂર જોઈ જાય અને વાંચ્યા બાદ જે કંઈ જણાવવા જેવું લાગે તે સૂચિત કરે.
પ્રાચીન વિશેષનામોના અંતમાં બહુમાનાર્થે શ્રી શબ્દનો ઉમેરો મેં સ્વેચ્છાથી કર્યો છે. - અત્તમાં સંપાદન કરતાં જે કંઈ ક્ષતિઓ મારાથી કે અન્યથી પણ રહી ગઈ હોય તો ક્ષમાર્થી છું અને ઉપાધ્યાયજી ભગવંતના ચુતની સેવા કરવાના સાનુકૂળ સંયોગો શીધ્ર પ્રાપ્ત થાય તેવી શાસનદેવને પ્રાર્થના કરું છું. સ્થળ મુંબઈ નમિનાથ જૈન ઉપાશ્રય,
મુનિ યશોવિજય પાયધુની સં. ૨૦૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org