Book Title: Yashodohan
Author(s): Yashovijay Pravartak
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ વિદ્વત્તાના વિરલ યોગે, સ્વ-૫ર કલ્યાણાર્થે વિવિધલક્ષી સાહિત્યનું અભિનવ સર્જન, પ્રાચીન વિચારોનું સંવર્ધન અને પ્રમાર્જન વગેરે દ્વારા સાહિત્યરાશિનો કેવો ઉમદા અને સમૃદ્ધ વારસો શ્રીસંઘને સોંપતા ગયા છે; એ બધી બાબતોનો સામાન્ય ખ્યાલ જૈન-અજૈન વિદ્વાનને આવે તો સારું ! એ માટે પ્રસિદ્ધ થયેલી હમસમીક્ષાની જેમ ઉપાધ્યાયજીના ગ્રન્થોની પણ પરિચય સાથે સમીક્ષા' પ્રગટ થાય તેવું કાર્ય કરવું, એવું સ્વપ્ન લાંબા કાળથી સેવ્યું હતું. સેવેલું સ્વપ્ન સાકાર બનશે કે કેમ ? એ મારા જેવા કમનસીબ અને પ્રમાદી માટે અનિશ્ચિત હતું, એટલે વિચાર્યું કે ઉપાધ્યાયજીના વિપુલ સાહિત્યની સર્વાગીણ સમીક્ષા તેના વિવિધ અભ્યાસીઓ દ્વારા વિવિધ રીતે થાય તો શું ખોટું છે ? ઊલટું સવિશેષ લાભપ્રદ જ છે. કારણ કે દરેકની બોદ્ધિક શક્તિ, વિચારધોરણ, રજૂઆતની કુશળતા અને સમીક્ષાની લઢણ સહુની નોખી નોખી હોય છે. એટલે આ સમીક્ષાનું કાર્ય માહિતીના સંગ્રહ માટે દેવી “અન્નપૂર્ણા' જેવા ગણાતા સુરત નિવાસી જાણીતા વિદ્વાન પ્રો. શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયાને સોંપવામાં આવ્યું. અને “સમીક્ષાના અનુકરણ રૂપે કરવાનું હોવાથી લેખકની ઇચ્છાનુસાર યશોદોહન' એવું અભિધાન રાખ્યું. પણ તૈયાર થયેલું લખાણ જોયા બાદ લાગ્યું કે તેઓએ તેમાં “સમીક્ષાને બદલે પ્રધાનતયા ગ્રન્થપરિચય આપવાનું કાર્ય કર્યું છે. આથી સંભવ છે કે પ્રસ્તુત નામ તેના પૂર્ણાર્થમાં બંધબેસતું ન લાગે! એમ છતાં તેઓએ પરિશિષ્ટાદિ વિવિધ અંગોને જોડવાપૂર્વક જે કાર્ય કર્યું છે તે પણ અતિ ઉપયોગી જ થયું છે. અને આ કાર્ય સારી રીતે પાર પડયું છે. એમ સાનંદ નોંધવું જોઈએ અને એથી લેખક મહાશય ધન્યવાદના અધિકારી બને તે પણ સ્વભાવિક જ છે. પ્રસ્તુત ગ્રન્થના બે ખંડ પાડવામાં આવ્યા છે. પુનઃ બીજા ખંડના ચાર ઉપખંડ પાડવામાં આવ્યા છે જેને દસ પેટપ્રકરણો વડે શોભાવ્યા છે. પ્રથમ ખંડમાં ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજીનું જીવનચરિત્ર અને તેને લગતી માહિતીઓ આપવામાં આવી છે. અને બીજા ખંડમાં તેમનું કવન એટલે કે તેમણે વિવિધ ભાષામાં જે કંઈ કહ્યું – લખ્યું તેનો પરિચય આપવામાં આવ્યો છે. આ બંને ખંડો ક્રાઉન ૧૬ પેજીના રર ફોર્મ એટલે ૩૬૦ પૃષ્ઠમાં મુદ્રિત થયા છે. ૨૩ મા ફોર્મથી પાંચ પરિશિષ્ટો શરૂ કરવામાં આવ્યાં છે. જે લગભગ ૧૦ ફોર્મ એટલે કે ૩૬ ૧થી પં૧૫ એટલે ૧૫૫ પૃષ્ઠમાં પૂર્ણ થયાં છે. અન્તમાં જરૂરી શુદ્ધિપત્રક પણ આપવામાં આવ્યું છે. ગ્રન્થના પ્રારંભમાં અનેકવિધ માહિતી આપતો વિસ્તૃત ઉપોદઘાત અને વિસ્તૃત વિષયસૂચી વગેરે જોડવામાં આવ્યાં છે. આ રીતે આ ગ્રન્થને આધુનિક રૂપ આપી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આથી શ્રદ્ધા છે કે ઉપાધ્યાયજીની સાહિત્યસેવાની વિવિધતા અને વિશાળતા જાણવા માટે આ ગ્રન્થ વિવિધ રીતે ઉપયોગી થઈ પડશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 478