Book Title: Yashodohan Author(s): Yashovijay Pravartak Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 8
________________ વર્ણવી શકનારા. આવા ઉપાધ્યાયજી ભગવાને બાલ્યવયમાં (આઠેક વર્ષની આસપાસ) દીક્ષિત બનીને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુજરાતમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોના અભાવે કે ગમે તે કારણે ગુજરાત છોડીને દૂર – સુદૂર પોતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડ્યું હતું અને ત્યાં છયે દર્શનનો તેમજ વિદ્યા-જ્ઞાનની વિવિધ શાખાપ્રશાખાઓનો આમૂલચૂલ અભ્યાસ કર્યો. અને તેના ઉપર તેઓશ્રીએ અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું હતું. અને વિદ્વાનોમાં ષડ્રદર્શનવેત્તા' તરીકે પંકાયા હતા. કાશીની રાજસભામાં એક મહાસમર્થ દિગગજ વિદ્વાન – જે અજૈન હતો -- તેની જોડે અનેક વિદ્વાનો અને અધિકારી આદિ સમક્ષ શાસ્ત્રાર્થ કરી વિજયની વરમાળા પહેરી હતી. તેઓશ્રીના અગાધ પાણ્ડિત્યથી મુગ્ધ થઈને કાશીનરેશે તેઓશ્રીને “ન્યાયવિશારદા બિરુદથી અલંકૃત કર્યા હતા. તે વખતે જૈન સંસ્કૃતિના એક જ્યોતિધર – જૈન પ્રજાના એક સપૂતે – જૈન ધર્મનો અને ગુજરાતની પુણ્યભૂમિનો જયજયકાર વર્તાવ્યો હતો અને જૈન શાસનની શાન બઢાવી હતી. વિવિધ વામના પારંગત વિદ્વાન જોતાં આજની દષ્ટિએ કહીએ તો તેઓશ્રીને બેચાર નહિ પણ સંખ્યાબંધ વિષયોના પીએચ.ડી. કહીએ તો તે યથાર્થ ભાષાની દૃષ્ટિએ જોઈએ તો ઉપાધ્યાયજીએ અલ્પજ્ઞ કે વિશેષજ્ઞ, બાળ કે પંડિત, સાક્ષર કે નિરક્ષર, સાધુ કે સંસારી વ્યક્તિના જ્ઞાનાર્જનની સુલભતા માટે, જૈન ધર્મની મૂળભૂત પ્રાકૃત ભાષામાં, એ વખતની રાષ્ટ્રીય જેવી ગણાતી સંસ્કૃત ભાષામાં તેમજ હિન્દી ગુજરાતી ભાષાભાષી પ્રાન્તોની સામાન્ય પ્રજા માટે હિન્દી ગુજરાતીમાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. (જુઓ પરિશિષ્ટ ૨). એઓશ્રીની વાણી સર્વનયસંમત ગણાય છે. વિષયની દષ્ટિએ જોઈએ તો એમણે આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, યોગ, અધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષયો ઉપર માર્મિક અને મહત્ત્વપૂર્ણ રીતે લખ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓની સંખ્યા અનેક શબ્દથી નહિ પણ સેંકડો' શબ્દોથી જણાવી શકાય તેવી છે. આ કૃતિઓ બહુધા આગમિક અને તાર્કિક બંને પ્રકારની છે. એમાં કેટલીક પૂર્ણ, અપૂર્ણ બંને જાતની છે અને અનેક કતિઓ અનુપલબ્ધ છે. પોતે શ્વેતામ્બર પરંપરાના હોવા છતાં દિગમ્બરાચાર્યકત ગ્રન્થ ઉપર ટીકા રચી છે. જૈન મુનિરાજ હોવા છતાં અજૈન ગ્રન્થો ઉપર ટીકા રચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 478