Book Title: Yashodohan Author(s): Yashovijay Pravartak Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 6
________________ પ્રકાશકીય નિવેદન પ્રથમ આવૃત્તિનું) પુજ્યપાદ પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ અને પરમપૂજ્ય મુનિરાજ શ્રીયશોવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ, શ્રી યશોભારતી જૈન પ્રકાશન સમિતિના દ્વિતીય પુષ્પ તરીકે યશોદોહન' નામના ગ્રન્થનું પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રન્થના લેખક સુરતના જાણીતા વિદ્વાન પ્રોફેસર શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા છે. એમણે ખૂબ જ પરિશ્રમ લઈને સ્વ. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજશ્રીના ગ્રન્થોનો પરિચય કરાવ્યો છે. એ માટે અમે એઓના હાર્દિક આભારી છીએ. ઉપાધ્યાયજી ભગવંતના મુદ્રિત-અમુદ્રિત ગ્રન્થોનો પદ્ધતિસર પરિચય આપતું આ જાતનું પુસ્તક અમારી સમજ પ્રમાણે પહેલું જ છે. આ ગ્રન્થના વાચનથી વાચકોને ઉપાધ્યાયજી ભગવંતની સર્વતોમુખી પ્રતિભા, આધ્યાત્મિકતા અને વિદ્વત્તાનો ખ્યાલ મળશે અને તેઓશ્રીના ગ્રન્થના અધ્યયન પ્રતિ ઉત્કંઠા જાગશે તો આ ગ્રન્થના પ્રકાશનનો શ્રમ સાર્થક લેખાશે. આ ગ્રન્થનું સંપાદન પરમપૂજ્ય મુનિપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજે કર્યું છે તે માટે તેઓશ્રીના ઋણી છીએ. આ પ્રકાશનમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે માટે ક્ષમા માગી, તે જણાવવા અથવા સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે. તા. ૧૬-૨-૬૬ ચંદુલાલ વર્ધમાન શાહ ૪૫, એપોલો સ્ટ્રીટ, કોટ, યશોભારતી જૈન પ્રકાશન સમિતિના મુંબઈ મંત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 478