Book Title: Yashodohan
Author(s): Yashovijay Pravartak
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ સંપાદકીય નિવેદન પ્રથમ આવૃત્તિનું) વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા જૈન ધર્મના પરમ પ્રભાવક, જૈન દર્શનના મહાન દાર્શનિક, જૈન તર્કના મહાન તાર્કિક, પડ્રદર્શનવેત્તા અને ગુજરાતના મહાન જ્યોતિર્ધર, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ – જેઓ એક જૈન મુનિવર હતા. યોગ્ય સમયે અમદાવાદના જૈન શ્રીસંઘે સમર્પિત કરેલા, ઉપાધ્યાયપદના બિરુદથી ઉપાધ્યાયજી' બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ વિશેષ' નામથી જ ઓળખાય છે. પણ આમના માટે થોડીક નવાઈની વાત એ હતી કે જૈન સંઘમાં તેઓશ્રી વિશેષ્યથી નહિ પણ વિશેષણથી સવિશેષ ઓળખાતા હતા. “ઉપાધ્યાયજી આમ કહે છે, આ તો ઉપાધ્યાયજીનું વચન છે” આમ “ઉપાધ્યાયજીથી શ્રીમદ્ યશોવિજયજીનું જ ગ્રહણ થતું હતું. વિશેષ્ય પણ વિશેષણનું પર્યાયવાચક બની ગયું હતું. આવી ઘટનાઓ વિરલ વ્યક્તિઓ માટે બનતી હોય છે. એઓશ્રી માટે તો આ બાબત ખરેખર ગૌરવાસ્પદ હતી. વળી એઓશ્રીનાં વચનો માટે પણ એને મળતી બીજી એક વિશિષ્ટ અને વિરલ બાબત છે. એમની વાણી, વચનો કે વિચારો ટંકશાલી' એવા વિશેષણથી ઓળખાય છે. વળી ઉપાધ્યાયજીની શાખ એટલે “આગમશાખ' અર્થાતુ શાસ્ત્રવચન. એવી પણ પ્રસિદ્ધિ છે. વર્તમાનના એક વિદ્વાન આચાર્યે એમને “વર્તમાનના મહાવીર તરીકે પણ ઓળખાવ્યા હતા. આજે પણ શ્રીસંઘમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે ઉપાધ્યાયજી વિરચિત શાસ્ત્ર કે ટીકાની શહાદતને અન્તિમ પ્રમાણ ગણવામાં આવે છે. ઉપાધ્યાયજીનો ચુકાદો એટલે જાણે સર્વજ્ઞનો ચુકાદો. એટલે જ એમના સમકાલિક મુનિવરોએ તેઓશ્રીને શ્રુતકેવલી' વિશેષણથી નવાજ્યા છે એટલે કે “શાસ્ત્રોના સર્વજ્ઞ અર્થાત્ શ્રુતના બળે કેવલી. એનો અર્થ એ કે સર્વજ્ઞ જેવું પદાર્થનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 478