Book Title: Yashodohan Author(s): Yashovijay Pravartak Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 4
________________ બે વાત પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યેની બહુમાનભરેલી ભક્તિના કારણે તેઓના રચિત સમગ્ર સાહિત્ય વિષે જિજ્ઞાસા રહેતી હતી તેમાં આ યશોદોહન પુસ્તક મળ્યું. વાંચ્યું. ગમ્યું. ઘણી જહેમતના પરિણામે આનું નિર્માણ થયેલું લાગ્યું. આમે પ્રો. હી. ૨. કાપડિયા પૂરો શ્રમ કરીને પુસ્તકનું નિર્માણ કરવા શ્રીસંઘમાં વિદ્વજ્જનોમાં જાણીતા છે. એ પ્રકાશન સુલભ ન હતું અને બીજા ઘણા સંયમધર અને વિદ્વાનો પણ આ પુસ્તકનું પુનઃપ્રકાશન થાય તેવું ઇચ્છતા હતા. તેમાં આની રજા માટે તેઓશ્રીના સુપુત્ર વગેરે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ રજા તો આપી જ આપી, પણ આના પ્રકાશનનો લાભ પણ લેવા તત્પરતા દર્શાવી, જે બેવડા આનંદનો વિષય બન્યો. આ પુસ્તકના પુનઃપ્રકાશનનું અઘરું કામ તથા આના પૂફવાચન જેવું કિડાકૂટવાનું કામ કરવામાં ઉત્સાહી પ્રો. કાન્તિભાઈ બી. શાહનું સ્મરણ સહજ થાય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના પ્રેમી વિરતિધરો તથા વિદ્વજનો આ ગ્રંથનો ભરપૂર પ્રયાસ કરે તેવું વીનવીને આ અલ્પ લખાણ પૂર્ણ કરું છું. આષાઢ પૂર્ણિમા શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રશિષ્ય વિ.સ. ૨૦૬૪ પ્રદ્યુમ્નસૂરિ સાન્તાક્રુઝ (વેસ્ટ) મુંબઈ ૪૦૦૦૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 478