________________
(૨)
૬.
જશે. એટલે, અનાદિતાત્પર્યને પ્રયોગનું નિયામક માનવું બરાબર નથી. તેને કહે છે કે અમને તમારો નિયમ જ માન્ય નથી. “ભ્રમ, પછી તે શક્તિભ્રમ હોય કે તાત્પર્યભ્રમ, અથવા લક્ષણા વિના વિપરીત બોધ ન થાય,’’ એવો જ નિયમ અમે માનીએ છીએ. એટલે તાત્પર્ય ભ્રમવાળાને વિપરીત બોધ થાય, તેમાં નિયમનો ભંગ થતો જ નથી.
જ્યારે વકતાને એવો ભ્રમ થાય કે પૂર્વજોનું તાત્પર્ય નથી વિભાગજનકસ્પન્દને જણાવવાનું હતું, અને એટલે તે ગામ છોડનાર માટે પ્રામં ગતિ પ્રયોગ કરે. ત્યારે શ્રોતા તો વક્તાના તાત્પર્યને જાણી જાય છે. (અહીં શ્રોતા-વક્તા બંને તે વ્યક્તિને ગામ છોડતો જોઈ રહ્યા છે, એવી કલ્પના છે. એટલે જ શ્રોતા, વક્તાનું તાત્પર્ય જાણી જાય છે. અથવા પ્રકરણાદિથી તાત્પર્ય જાણે છે.)
એટલે તેને તો ભ્રમ નથી, કારણ કે જેવું વકતાનું તાત્પર્ય છે, તેવો જ બોધ કરે છે. અહીં શ્રોતાને વિપરીત બોધ જ થાય છે. અને તે તો ભ્રમથી નથી થયો. તો પછી અહીં ‘ભ્રમ કે લક્ષણા વિના વિપરીત બોધ ન થાય' તેવો તમારો નિયમ તૂટી જશે. તેવું કોઈ કહે, તેને જવાબ આપે છે કે અમે કંઈ એવું કહ્યું નથી કે જેને ભ્રમ હોય તેને જ વિપરીત બોધ થાય. લક્ષણા કે ભ્રમ વિના વિપરીત બોધ ન થાય, એવું જ અમે કહ્યું છે. તમે કહો છો તેવા સ્થળે, શ્રોતાને તાત્પર્યભ્રમ નથી, પણ વક્તાને તાત્પર્યભ્રમ થયો છે, તેથી જ તે તેવો શબ્દપ્રયોગ કરે છે, તેથી જ શ્રોતાને વિપરીત બોધ થાય છે; એટલે વક્તાનો ભ્રમ જ શ્રોતાના વિપરીત બોધમાં કારણ બને છે, એટલે અહીં પણ વિપરીત બોધ ભ્રમથી જ થયો હોવાથી નિયમ તૂટતો નથી.
नव्यास्तु- संयोगादिरूपफलविशेषावच्छिन्नस्पन्दो गम्याद्यर्थः । तद्धात्वर्थतावच्छेदक फलशालित्वमेव तद्धातुकर्मत्वं नातो गम्यादिकर्मत्वस्य पूर्वदेशादौ प्रसङ्ग: । न वा स्पन्देः सकर्मकत्वम्तत्र फलस्य धात्वर्थताऽनवच्छेदकत्वात् । एवं च धातोरेव फलविशेषलाभात् फलान्वयिनी वृत्तिरेव द्वितीयार्थः । न च “कर्मणि द्वितीया" इत्यनुशासनविरोध: - तस्य कर्मणि- फलनिष्ठाधेयत्वान्वयिनि प्रकृतितात्पर्ये तदुत्तरं द्वितीयेत्यर्थकत्वात् । न चैवं तस्य शक्तिग्राहकत्वानुपपत्तिः - अनादितात्पर्यग्रहसंपादकत्वेन परम्परया शक्तिग्राह
વ્યુત્પત્તિવાદ * ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org