________________
૭૬.
अस्मन्मते चान्यत्र व्यापारे सप्तम्यर्थान्वयेप्यत्र व्युत्पत्तिवैचित्र्यादधः संयोगरूपधात्वर्थतावच्छेदके एव तदन्वय इत्यदोषः ।
૭૨.
અમારા મતે, અન્ય સ્થાને સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય વ્યાપારમાં થતો હોવા છતાં, વ્યુત્પત્તિના વૈચિત્ર્યના કારણે, પણ્ ધાતુ હોય ત્યાં, તેનો અન્વય અધઃ સંયોગ રૂપ ધાત્વર્થતાવચ્છેદકમાં જ થશે. એટલે કોઈ દોષ નથી.
વિવેચન : દ્વિતીયાર્થ - સપ્તમ્યીર્થ બંને આધેયતા હોવા છતાં દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય, ફળમાં થાય અને સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય વ્યાપારમાં થાય એમ પૂર્વે કહેલ.
પણ વ્યુત્પત્તિ સર્વત્ર સરખી નથી હોતી. એટલે, પત્ ધાતુ હોય ત્યાં, સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય, અધઃસંયોગ રૂપ ધાત્વર્થતાવચ્છેદક ફળમાં પણ થઈ શકે છે. એટલે મૂતને પતિ સ્થળે, ભૂતલ પદોત્તર સપ્તમીના અર્થ આધેયતાનો અન્વય, અધઃ સંયોગમાં કરવામાં કોઈ દોષ નથી.
अन्ये तु भूम्यादेः कर्मत्वविवक्षायाम् 'भूमिं पतति' इतिप्रयोग इष्ट एव, अत एव " द्वितीयाश्रित" इत्यादिसूत्रेण 'नरकं पतितः' इत्यादिस्थले द्वितीयासमासविधानमप्युपपद्यते ।
અન્યમત : ભૂમિમાં કર્મત્વની વિવક્ષા હોય ત્યારે ભૂમિ પતિ પણ માન્ય જ છે. અને તો જ દ્વિતીયાશ્રિત સૂત્રથી નર પતિત: નરપતિત: સ્થળે દ્વિતીયાતત્પુરુષ સમાસનું વિધાન પણ સંગત થઈ શકે.
વિવેચન : ધાત્વર્થતાવચ્છેદક ફળમાં દ્વિતીયાર્થનો અન્વય થાય એવો નિયમ કર્યો છે. પર્ ધાત્વર્થતાવચ્છેદક અધઃ સંયોગ છે એટલે તેના આશ્રય ભૂમિ ને દ્વિતીયા થવાની આપત્તિ છે. પણ ભૂમિ પતિ એવો પ્રયોગ માન્ય ન હોવાથી આશ્રયાનવચ્છિન્ન ફળમાં જ દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય થઈ શકે એવો નિયમ કર્યો. પણ્ ધાત્વર્થતાવચ્છેદક સંયોગ, અધોદેશાવચ્છિન્ન હોવાથી હવે ભૂમિ ને દ્વિતીયા નહીં થાય.
-
પણ કેટલાક કહે છે કે ‘દ્વિતીયાશ્રિત’ વિ. વ્યાકરણના સૂત્રોથી નરપતિત: એવો સમાસ થાય છે. તે ત્યારે જ થઈ શકે જો નરક ને દ્વિતીયા માનીએ. અને તો દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય, પણ્ ધાત્વર્થતાવચ્છેદક (આશ્રયાવચ્છિન્ન)ફળમાં માનવો જ પડશે.
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org