________________
તેનું કારણ એ છે કે, જો સંસર્ગઘટક પ્રતિયોગિતા અન્ય ધર્માવચ્છિન્ન હોય, તો રક્તઘટ હોય ત્યાં પણ રતઘટનો શ્યામઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાત્વ સંબંધથી અભાવ મળી જવાથી ‘ો નતિ' એવી પ્રતીતિ થઈ શકે. જે માન્ય નથી. પણ રકતઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી ઘટનો અભાવ નથી. એટલે તેવો સંબંધ માનવાનો નિયમ કરીએ, તો એ નાત એવી પ્રતીતિ ન થાય. તેમ અહીં પણ, દ્રવ્યનો ભેદમાં, દ્રવ્યવાવચ્છિન્નપ્રતિયોગિતાત્વ સંબંધથી જ અન્વય થઈ શકે. તદુવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી નહીં. એટલે ચૈત્ર: દ્રવ્ય છત સ્થળે બોધ ન થવાની પૂર્વોકત આપત્તિ ઊભી જ રહેશે.
प्रतियोगिविशेषिताभावबुद्धेविशिष्टवैशिष्ट्यावगाहित्वनियमात् अन्वयिताऽनवच्छेदकावच्छिन्नप्रतियोगितायाः संबन्धत्वासंभवाच्चेति વે ? અને, પ્રતિયોગિવિશેષિત અભાવ બુદ્ધિ, વિશિષ્ટવૈશિષ્ટયાવગાહી જ હોય છે. એટલે અન્વયિતાનવચ્છેદકવચ્છિન્ન પ્રતિયોગિતા, સંબંધ બની
શકે નહીં. વિવેચન : ઉપર કહ્યું કે ઘટાભાવમાં અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક અને સંબંધ
ઘટક પ્રતિયોગિતાવચ્છેદક એક જ હોય. હવે તેમાં કોઈ શંકા કરે, કે ઘટાભાવ સ્થળે, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક જણાય જ નહીં, અને ઘટની ઉપસ્થિતિ ઘટવ્યક્તિરૂપે જ થાય, ઘટવાવચ્છિન્ન રૂપે નહીં, તો પછી સંબંધઘટક પ્રતિયોગિતા, કોઈપણ ધર્મથી અવચ્છિન્ન બની શકે. અને તો તદ્દવ્યક્તિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી પણ દ્રવ્યનો ભેદમાં અન્વય માની શકાય. તેનો ઉત્તર આપે છે. ઘટાભાવ એવી બુદ્ધિ, પ્રતિયોગી (ઘટ) વિશિષ્ટ અભાવ એવી બુદ્ધિ છે. વૈશિર્ય, પ્રતિયોગિતાકત્વ સંબંધ છે. પ્રતિયોગિવિશિષ્ટ અભાવ બુદ્ધિ, વિશિષ્ટવૈશિર્યાવગાહી જ હોય, એવો નિયમ છે. એટલે પ્રતિયોગી (ઘટ)ની ઉપસ્થિતિ, વિશિષ્ટ (ઘટવાવચ્છિન્ન) રૂપે જ થાય. આથી હવે ઉપર (નં. ૧૫૪)માં કહ્યું તેમ, ઘટતાવચ્છિન્નનો
વ્યુત્પત્તિવાદ # ૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org