________________
તો શાબ્દબોધ નહી થાય. તો તે સ્થળે શાબ્દબોધની ઉપપત્તિ માટે તમે જે રસ્તો અપનાવશો, એ જ રસ્તે અમે વૃદ્ધિ યાવતે સ્થળે પણ શાબ્દબોધની ઉપપત્તિ કરીશું. પૂર્વપક્ષી કહે છે કે વિક્ષતે સ્થળે અમે દ્વિતીયાર્થ વિષયિતા કરીને તેનો અન્વય ધાત્વર્થતાવચ્છેદક ચાક્ષુષમાં નહીં કરીએ, પણ ધાત્વર્થ કરશું વિષયત્વનિષ્ઠપ્રકારના નિરુપિત દર્શનનિષ્ઠ વિશેષ્યતા નિરુપકેચ્છા અને દ્વિતીયાર્થ નિરૂપિતત્વ કરીને તેનો અન્વય વિષયકત્વમાં કરીશું. ગગન નિરુપિત વિષયકત્વ તો (અનુમિતિ વિ.માં) પ્રસિદ્ધ હોવાથી, તેવો અન્વયબોધ થઈ શકશે. (Tનર્ણન છે પરંતુ આવી ઈચ્છા છે. એ ઇચ્છાની વિશેષ્યતારૂપ વિષયતા દર્શનમાં છે અને પ્રકારનારૂપ વિષયતા ગગનવિષયકત્વમાં
છે, કારણ કે ગગન, વિષયકત્વસંબંધથી દર્શનમાં વિશેષણ છે.) શંકા : જો ગગનવિષયકચાક્ષુષ અપ્રસિદ્ધ છે, તો ગગનવિષયકત્વપ્રકારતા
નિરૂપિત ચાક્ષુષવિશેષ્યતા પણ અપ્રસિદ્ધ થાય જ ને? સમાધાન : જયારે રંગમાં રજતનો ભ્રમ થાય છે, ત્યારે રજતત્વપ્રકારક - રંગવિશેષ્યક
જ્ઞાન થાય છે. એટલે, રજતત્વવિશિષ્ટરંગ અપ્રસિદ્ધ હોવા છતાં, ભ્રમ સ્થળે, રજતત્વપ્રકારના નિરૂપિત રંગવિશેષ્યતા પ્રસિદ્ધ થાય છે. તે રીતે ગગનવિષયકચાક્ષુષ હોતું નથી, છતાં કોઈને ભ્રમ થાય કે ગગનવિષયકચાક્ષુષ થયું. તો ગગનવિષયકત્વપ્રકારના નિરૂપિત દર્શનવિશેષ્યતા પ્રસિદ્ધ થઈ જાય ઉત્તરપક્ષ કહે છે કે તો પછી અમે જ યાતે સ્થળે પણ, દ્વિતીયાર્થ વિષયિતા કરીને તેનો અન્વય ધાત્વર્ગેકદેશદાનમાં નહીં કરીએ. પણ ધાત્વર્થ કરીશું વિષયિતાનિષ્ઠ પ્રકારના નિરુપિત દાનનિષ્ઠવિશેષ્યતા નિરુપક ઈચ્છા અને દ્વિતીયાર્થ નિરુપિતત્વ કરીને તેનો અન્વય વિષયિતામાં કરશું. બુદ્ધિનિપ્રિતવિષયિતા તો (અનુવ્યવસાય જ્ઞાન વિ.માં) પ્રસિદ્ધ હોવાથી વૃદ્ધિ યાતે સ્થળે પણ, અન્વયબોધ થઈ શકશે. (અહીં મૂળ ગ્રંથમાં દાનના સ્થાને સ્વત્વેચ્છા લખ્યું છે, તે દાન
સ્વત્વાકારકેચ્છા રૂપ જ હોવાથી.) શંકા : પણ જે વ્યક્તિ જાણે છે કે ગગનનું ચાક્ષુષ થાય જ નહીં, તે ન
ક્ષિતે પ્રયોગ કરે જ નહીં, અથવા તેવા પ્રયોગથી તેને શાબ્દબોધ થાય જ નહીં તે અમને ઈષ્ટ જ છે.
વ્યુત્પત્તિવાદ * ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org