________________
ત્યાં ધાત્વર્થ સંયોગાવચ્છિન્નક્રિયા છે. સંયોગમાં ‘ગ્રામમ્’ એવા દ્વિતીયાંત પદના અર્થ ગ્રામવૃત્તિનો અન્વય થવાથી, ગ્રામવૃત્તિસંયોગાવચ્છિન્નક્રિયા એવો અર્થ થશે, જેનો નિર્થ કર્તૃત્વમાં અન્વય થશે. કર્મણિ આખ્યાતના સમભિવ્યાહારથી નિયંત્રિત થતી વ્યુત્પત્તિના કારણે, તાદેશ ક્રિયાન્વિતકર્તૃત્વ (fળર્થ), તૃતીયાંતાર્થ ચૈત્રાદિકતૃત્વ થી વિશેષિત વ્યાપાર રૂપ બીજા નિર્થ દ્વારા નિર્વાહ્યત્વ સંબંધથી વિશેષિત થઈને, અજાદિરૂપ કર્મીભૂતકર્તામાં, વિશેષણ બનતાં એવા આખ્યાતાર્થ આશ્રયત્વમાં, વિશેષણરૂપે જણાય છે.
વિવેચન : અના પ્રામં યાપ્યતે ચૈન્ને કર્મણિ પ્રેરક પ્રયોગ છે. યા ધાત્વર્થ સંયોગજનકક્રિયા, નિર્થ વ્યાપાર અને કર્તૃત્વ, કર્માખ્યાતાર્થ આશ્રયતા છે.
૧૨.
ગ્રામ પદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિત્વ છે અને તેનો અન્વય ધાત્વર્થતાવચ્છેદક સંયોગમાં થાય છે. એટલે ગ્રામવૃત્તિ-સંયોગજનક ક્રિયા એવો અર્થ થયો. આ ક્રિયાનો અન્વય ર્િ ના એક અર્થ કર્તૃત્વમાં નિરુપિતત્વ સંબંધથી થાય છે. ચૈત્ર પદોત્તર તૃતીયાર્થ કર્તૃકત્વ છે અને તેનો અન્વય બીજા નિર્થ વ્યાપારમાં થાય છે એટલે ચૈત્રકર્તૃકવ્યાપાર એવો અર્થ થયો. હવે, આ વ્યાપારનો અન્વય, ઉપરોક્ત નિર્થ કર્તૃત્વમાં નિર્વાહ્યત્વ સંબંધથી થશે (કારણ કે કર્તૃત્વનિર્વાહક વ્યાપાર છે.) કર્તરિ સ્થળે, કર્તૃત્વનો નિર્વાહકત્વ સંબંધથી વ્યાપારમાં અન્વય થતો હોવા છતાં, કર્મણિ સ્થળે, વ્યાપારનો કર્તૃત્વમાં નિર્વાહ્યત્વ સબંધથી અન્વય વ્યુત્પત્તિની વિચિત્રતાથી થશે. એટલે ચૈત્રકર્તૃકવ્યાપારથી નિર્વાહ્ય એવું, ગ્રામવૃત્તિસંયોગજનકક્રિયાકર્તૃત્વ થયું. તેનો અન્વય આખ્યાતાર્થ આશ્રયતામાં થશે અને આશ્રયતા અજામાં અન્વિત થશે.
।
ये तु "गतिबुद्धि" इत्यादिसूत्रस्य संज्ञाविधायकत्वं वर्णयन्ति तेषामयमाशयः व्यापार एव णिजर्थस्तत्र धात्वर्थक्रियायाः स्वकर्तृत्वनिर्वाहकत्वं संसर्गः, अतो न कर्तुः कर्मत्वं सूत्रान्तरप्राप्तम् । જે લોકો ‘તિવ્રુદ્ધિ...’ સૂત્રને (કર્મ) સંજ્ઞાવિધાયક માને છે, (દ્વિતીયા નિયામક નહીં), તેમનો આશય આ છે - બિનર્થ, વ્યાપાર જ છે અને ધાત્વર્થ ક્રિયાનો સ્વકર્તૃત્વનિર્વાહકત્વ સંબંધ તેમાં છે. એટલે કર્તાને બીજા સૂત્રથી કર્મસંજ્ઞા થતી નથી.
વ્યુત્પત્તિવાદ * ૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org