________________
ઉત્તરપક્ષ : ના, આશ્રયાનવચ્છિન્ન ફળાવચ્છિન્નવ્યાપારબોધકત્વ જ, સકર્મકત્વ વ્યવહારનું નિયામક છે.
વિવેચન : પર્ધાત્વર્થતાવચ્છેદક ફળ અધઃ સંયોગ હોવાથી અધોદેશ રૂપ આશ્રયાવચ્છિન્ન છે. એટલે, તેમાં સકર્મકત્વની આપત્તિ નહીં આવે.
૬.
વિવેચન :
શંકા :
उत्तरदेशानवच्छिन्नमेव संयोगः फलं गम्यर्थतावच्छेदकमिति नानुपपत्तिः, ગમ્ ધાતુનું અર્થતાવચ્છેદક ફળ જે સંયોગ છે, તે ઉત્તરદેશાનવચ્છિન્ન જ છે, એટલે કોઈ આપત્તિ નથી.
જો આશ્રયાનવચ્છિન્ન ફળજનકવ્યાપારબોધકત્વ જ સકર્મકત્વ વ્યવહારનું નિયામક હોય તો મ્ ધાતુ પણ અકર્મક બની જશે. કારણ કે તે પણ ઉત્તરદેશસંયોગજનક વ્યાપારનું બોધક હોવાથી તેનું અર્થતા-અવચ્છદેક ફળ સંયોગ, ઉત્તરદેશ રૂપ આશ્રયથી અવિચ્છિન્ન જ છે.
સમાધાન : મ્ ધાત્વર્થતાવચ્છેદક સંયોગ ઉત્તરદેશાનવચ્છિન્ન છે. એમ જ માનવાનું છે. એટલે, ગણ્ ધાતુ સકર્મક જ છે.
૬.
अत एवाग्निसंयोगावच्छिन्नक्रियानुकूलव्यापारस्य जुहोत्यर्थतया धात्वर्थतावच्छेदक संयोगाश्रयस्याप्यग्नेर्न तत्कर्मता- | आश्रयानवच्छिन्नावच्छेदकताश्रयफलवत्त्वविरहात्, संयोगनिष्ठाया धात्वर्थतावच्छेदकताया आश्रयेणाग्निनाऽवच्छिन्नत्वात् ।
એટલે જ ગુન્હોત્તિ નો અર્થ અગ્નિસંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલ વ્યાપાર હોવાથી જ, ધાત્વર્થતાવચ્છેદક સંયોગના આશ્રયભૂત અગ્નિ, તેનું (ગુન્હોતા નું)કર્મ બનતું નથી, કારણ કે સંયોગમાં રહેલી ધાત્વર્થતાવચ્છેદકતા અગ્નિ રૂપ આશ્રયથી અવચ્છિન્ન હોવાથી, અગ્નિમાં આશ્રય-અનવચ્છિન્તાવચ્છેદકતાશ્રયફલવત્ત્વ રૂપ કર્મત્વ નથી. વિવેચન : હૈં ધાતુનો અર્થ અગ્નિસંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલ વ્યાપાર છે. અહીં ક્રિયા ઘીમાં રહે છે અને વ્યાપાર હવનકર્તામાં રહે છે.
ધાત્વર્થતાવચ્છેદક સંયોગ છે, જે અગ્નિમાં રહેલો છે.
વ્યુત્પત્તિવાદ * ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org