________________
વિવેચનઃ સંયોગનો સમવાયસંબંધાવચ્છિન્નાભાવ વિ. તો પ્રસિદ્ધ છે જ. હવે જો
વૃજ્યનિયામક એવા જનસંબંધાવચ્છિન્ન સંયોગાભાવને પણ તમે માનો, તો એક વધારાનો અભાવ માનવો પડે, તેનું ગૌરવ થાય. એટલે, વૃજ્યનિયામક સંબંધને, અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક માની શકાય નહીં, એવો નવ્યોનો આશય છે.
न, तादृशाभावस्य संयोगजनकत्वाद्यभावसमनियतत्वेन तत्स्वरूपत्वात्
तस्य चोभयवादिसिद्धत्वात् । ગ્રંથકાર : ના. જનકતાસંબંધાવચ્છિન્ન સંયોગાભાવ, સંયોગજનકત્વાભાવને
સમનિયત હોવાથી તસ્વરૂપ જ છે અને તે તો નવ્યો કે પ્રાચીન બંનેને
માન્ય છે જ. વિવેચનઃ જયાં જયાં જનકસંબંધાવચ્છિન્ન સંયોગાભાવ છે, ત્યાં ત્યાં
સંયોગજનકત્વાભાવ પણ છે જ. એટલે બંને સમનિયત છે. અને સમનિયત અભાવો એક જ મનાયા હોવાથી, જનક–સંબંધાવચ્છિન્ન સંયોગાભાવ એ સ્વરૂપ સંબંધાવચ્છિન્ન સંયોગજનકત્વાભાવ જ છે, અને તે તો નવ્યોને પણ માન્ય જ છે કારણ કે તેઓ પણ ગતિક્રિયામાં સંયોગજનકતા અને સ્થિતિમાં તેનો અભાવ તો માને જ છે. તો પછી વધારાનો અભાવ માનવાનું ગૌરવ રહેતું જ નથી. અને તેથી વૃજ્યનિયામક સંબંધને પણ અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક માની શકાશે. એવું પ્રાચીનો કહે છે.
३०. अतिरिक्तप्रतियोगिताकल्पने गौरवमिति चेत् ? । નવ્યો : તો પણ વધારાની પ્રતિયોગિતા માનવાનું ગૌરવ તો થશે જ. વિવેચનઃ જનક–સંબંધાવચ્છિન્ન સંયોગાભાવ અને સ્વરૂપ સંબંધાવચ્છિન્ન
સંયોગજનકત્વાભાવ સમનિયત હોવાથી એક જ માનો તો પણ, બંને અભાવની પ્રતિયોગિતા જુદી છે. કારણ કે પ્રથમ અભાવની પ્રતિયોગિતા સંયોગત્વધર્મ અને જનક–સંબંધથી અવચ્છિન્ન છે, જ્યારે બીજા અભાવની પ્રતિયોગિતા સંયોગનિરૂપિતજનકત્વ ધર્મ અને સ્વરૂપસંબંધથી અવચ્છિન્ન છે. એટલે, જો તમે જનક–સંબંધાવચ્છિન્ન સંયોગાભાવ
વ્યુત્પત્તિવાદ * ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org