________________
સમાધાન - એવો નિયમ છે કે પદના શકયાર્થમાં જે વિશેષ્યવિશેષણભાવ હોય, તે
જ વિશેષ્યવિશેષણભાવ, શાબ્દબોધમાં જણાય. અહીં ધાતુથી જે ઉપસ્થિતિ થાય છે, તેમાં ફળ એ વ્યાપારનું વિશેષણ બને છે. એટલે શાબ્દબોધમાં પણ તે વ્યાપારનું વિશેષણ જ બને... કર્મણિ પ્રયોગમાં, ફળનો ગ્રામમાં અન્વય કરવાનો છે, તેના માટે તેને વ્યાપારનું વિશેષ્ય બનાવવું પડે અને તેમાં ઉપરોક્ત નિયમનો ભંગ થાય. એટલે, વ્યાપારના વિશેષ્યરૂપે ફળની પ્રતીતિ માટે, આખ્યાતથી ફળની ઉપસ્થિતિ માનવી પડે, જેમાં વ્યાપાર વિશેષણ બની શકે. પણ ધાતુથી વ્યાપારના વિશેષણરૂપે ઉપસ્થિત થયેલ ફળનો સીધો જ
ગ્રામમાં અન્વય કરીએ તો ? સમાધાન- જે પણ પદાર્થ એક પદાર્થનું વિશેષણ બની ગયો હોય, તે બીજા
પદાર્થનું વિશેષણ ન બની શકે, એવા નિયમનો ભંગ થાય, એટલે, તેવો અન્વય શક્ય નથી...
શંકા
४२. यत्तु फले धातोः पृथक् शक्त्युपगमाद् व्युत्पत्तिवैचित्र्येण
कळख्यातसमभिव्याहारस्थले: व्यापारविशेषणतया भासमानस्य फलस्य
कर्माख्यातस्थले तद्विशेष्यतया भानमिति, પૂર્વપક્ષ: ધાતુની ફળ અને વ્યાપારમાં જુદી જુદી શક્તિ માનશું. એટલે, જ્યારે
કર્તરિ પ્રયોગ હશે ત્યારે ફળ વ્યાપારના વિશેષણરૂપે જણાશે અને
કર્મણિ પ્રયોગ હશે ત્યારે વિશેષરૂપે.. વિવેચનઃ ધાતુની શક્તિ ફળવિશિષ્ટવ્યાપાર અને કર્મણિ આખ્યાતની શક્તિ ફળમાં
માનવા કરતાં ધાતુની ફળ અને વ્યાપારમાં જુદી જુદી શક્તિ માની લેવી યોગ્ય છે. કર્તરિ આખ્યાત હોય તો, ફળ, વ્યાપારનું વિશેષણ બને અને કર્મણિ આખ્યાત હોય તો વિશેષ્ય બને, આવી વ્યુત્પત્તિ માની લેવાથી કોઈ આપત્તિ નહીં રહે. અને કર્મણિ સ્થળે આખ્યાતાર્થ આશ્રયતા માનીને, ફળનો આશ્રયતામાં અને આશ્રયતાનો ગ્રામાદિ કર્મમાં અન્વય થઈ શકશે. આમ આખ્યાતની શક્તિ ફળમાં માનવાનું ગૌરવ ટળી જશે.
વ્યુત્પત્તિવાદ ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org