________________
જ ઉપસ્થિતિ થશે અને તેમાં શાબ્દબોધની એક જ કારણતા માનવી
પડશે.
છતાં પ્રાચીનોએ પણ દ્વિતીયાથી આધેયતાની ઉપસ્થિતિ તો પ્રામમધ્યાતે વિ. સ્થળોએ માની છે જ. નવ્યો તો દ્વિતીયાની શક્તિ જ આધેયતામાં માને છે. એટલે બંનેને દ્વિતીયાજન્યધેયતોપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા માનવાની છે જ. પ્રાચીનો, દ્વિતીયાની શક્તિ ફળમાં માનતા હોવાથી, દ્વિતીયાજન્યફલોપસ્થિતિમાં પણ, શાબ્દબોધની કારણતા તેમણે માનવી પડશે. નવ્યો તો ફલોપસ્થિતિ ધાતુથી જ માને છે. એટલે પ્રાચીનોને આ એક વધુ કાર્ય-કારણભાવ માનવાનું ગૌરવ છે જ. હવે ગ્રંથકાર આ ચર્ચાનો જવાબ આપે છે કે, પ્રાચીનો ને ભલે એક વધુ કારણતા માનવાનું ગૌરવ થાય.. ટિપ્પણ અહીં એ વિચારણીય છે કે જો, છત્તિ એવા દ્વિતીયા રહિત સ્થળે શુદ્ધ વ્યાપારનો બોધ જ અનુભવ સિદ્ધ હોય, તો પ્રાચીનોને ધાતુથી માત્ર શુદ્ધ વ્યાપારોપસ્થિતિમાં જ શાબ્દબોધની કારણતા આવશે. પણ નવ્યોને ગ્રામં ગ જીત એવા દ્વિતીયા સમભિવ્યાહત સ્થળે, ધાતુજન્ય ફળવિશિષ્ટ વ્યાપારોપસ્થિતિમાં અને સંસ્કૃતિ એવા વિતીયા રહિત સ્થળે, (લક્ષણાથી) ધાતુ જન્ય શુદ્ધ વ્યાપારોપસ્થિતિમાં એમ શાબ્દબોધની બે કારણતા માનવી પડશે. સામે પક્ષે, નવ્યોને દ્વિતીયા જન્ય આયિત્વ-ઉપસ્થિતિમાં એક જ કારણતા માનવી પડે છે. જયારે પ્રાચીનોને દ્વિતીયાથી આધેયતા ઉપરાંત ફળની ઉપસ્થિતિમાં પણ કારણતા માનવી પડે છે. એટલે બંને પક્ષે ૩ કારણતા જ આવવાથી પ્રાચીનોને કોઈ ગૌરવ થતું જ નથી.
૨૦,
नव्यमते तु 'ग्रामं गच्छति' इत्यादिवाक्यज्ञानघटितशाब्दसामग्याः समानविषयकानुमित्यादिप्रतिबन्धकतायां फलप्रकारतानिरूपितव्यापारविशेष्यताशालित्वेन धातुजन्योपस्थितेनिवेशनीयतया तस्यास्तादृशविशेष्यताशालित्वेन व्यापारविशेष्यतानिरूपित
વ્યુત્પત્તિવાદ * ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org