________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
–––––––––––––––––––––––––
ક્રમબદ્ધ પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પરપદાર્થમાંથી આવતો નથી તેમ જ એક પર્યાયમાંથી બીજો પર્યાય પ્રગટતો નથી તેથી પોતાના પર્યાય માટે પર ઉપર કે પર્યાય ઉપર જોવાનું ન રહ્યું પણ એકલા જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું. આવી જેની દશા થઈ તેણે સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો છે.
પ્રશ્ન- સર્વજ્ઞ ભગવાને જોયું હોય ત્યારે આત્માની રુચિ થાયને?
ઉત્તર:- સર્વજ્ઞ ભગવાન બધું જાણે છે એમ નક્કી કોણે કર્યું? જેણે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન સામથ્યને પોતાના પર્યાયમાં નક્કી કર્યું છે તેનો પર્યાય સંસારથી અને રાગથી ખસીને પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળ્યો છે. ત્યારે જ તેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે જેનો પર્યાય જ્ઞાનસ્વભાવ તરફ વળ્યો છે તેને આત્માની જ રુચિ છે.
અહો ! કેવળી ભગવાન ત્રણ કાળ, ત્રણ લોકના જાણનાર જ છે. તેઓ પોતાના જ્ઞાનથી બધું જાણે છે પણ કોઈનું કાંઈ કરતા નથી. આમ, જેણે યથાર્થપણે નક્કી કર્યું તેણે પોતાના આત્માને જ્ઞાતાસ્વભાવે માન્યો અને તેને ત્રણ કાળ, ત્રણ લોકના બધા પદાર્થોના કર્તુત્વપણાની બુધ્ધિ ટળી ગઈ. એટલે કે અભિપ્રાય અપેક્ષાએ તે સર્વશ થયો છે. આવો સ્વભાવનો અનંત પુરુષાર્થ દમબદ્ધ પર્યાયની શ્રધ્ધામાં આવે છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા તે નિયતવાદ નથી, પણ સમ્યક પુરુષાર્થવાદ છે.
સામાં દ્રવ્યોની એક પછી એક જે અવસ્થા થાય છે તેના કર્તા સ્વયં તે તે દ્રવ્યો છે, પણ હું તેનો કર્તા નથી, અને મારી અવસ્થા કોઈ પર કરતું નથી, કોઈ નિમિત્તના કારણે રાગ-દ્વેષ થતા નથી. આ રીતે નિમિત્ત અને રાગ-દ્વેષને જાણનાર એકલી જ્ઞાનની અવસ્થા રહી, તે અવસ્થા જ્ઞાતાસ્વરૂપને જાણે, રાગને જાણે અને બધા પરને પણ જાણે, માત્ર જાણવાનું જ જ્ઞાનનું સ્વરૂપ છે, રાગ થાય તે જ્ઞાનનું શેય છે પણ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી- આવી શ્રધ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે. આ સમજવા માટે જ આચાર્યદવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com