Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 74
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા છે, અને ત્યાં પ્રતિપક્ષી કારણોનો અભાવ હોય જ છે. આથી એમ ન સમજવું કે ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કંઈ કરે છે. જ્યારે ઉપાદાનની લાયકાત હોય ત્યારે નિમિત્ત હોય જ છે. ૬૭ પ્રશ્ન:- સમર્થકા૨ણ તે દ્રવ્ય, ગુણ કે પર્યાય ? ઉત્ત૨:- વર્તમાન પર્યાય જ સમર્થ કારણ છે. પુર્વ પર્યાયને વર્તમાન પર્યાયનું ઉપાદાનકારણ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો વર્તમાન પર્યાય પોતે જ કારણકાર્ય છે. અને એથી પણ આગળ વધીને કહીએ તો એક પદાર્થમાં કારણ ને કાર્ય એવા બે ભેદ પાડવા તે પણ વ્યવહાર છે. ખરેખર તો દરેક સમયનો પર્યાય અહેતુક છે. ૫૪. ઉપાદાનકા૨ણની વ્યાખ્યા. પ્રશ્ન:- માટીને ઘડાનું ઉપાદાનકારણ કહેવાય છે તે બરાબર છે? ઉત્તર:- ખરેખર ઘડાનું ઉપાદાનકારણ માટી નથી. પણ જે સમયે ઘડો થાય છે તે સમયની અવસ્થા જ પોતે ઉપાદાનકરણ છે. આમ હોવા છતાં માટીને ઘડાનું ઉપદાનકારણ કહેવાનો હેતુ એ બતાવવાનો છે કે, ઘડો થવા માટે માટીમાં જેવી સામાન્ય લાયકાત છે તેવી લાયકાત બીજા પદાર્થોમાં નથી. માટીમાં ઘડો થવાની વિશેષ લાયકાત તો જે સમયે. ઘડો થયો તે સમયે જ છે, ત્યાર પહેલાં તેનામાં ઘડો થવાની વિશેષ લાયકાત નથી. માટે વિશેષ લાયકાત જ ખરું ઉપાદાન કારણ છે. આ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે જીવમાં લાગુ પાડીએ. સમ્યગ્દર્શન પ્રગટવાની સામાન્ય લાયકાત તો દરેકે દરેક જીવમાં છે, જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યોમાં તેવી સામાન્ય લાયકાત નથી; સમ્યગ્દર્શનની સામાન્ય લાયકાત (શક્તિ ) તો બધા જીવોમાં છે પણ વિશેષ લાયકાત તો ભવ્ય જીવોને જ હોય છે. અભવ્યને તેમ જ ભવ્ય જીવ જ્યાં સુધી મિથ્યાદષ્ટિ રહે ત્યાં સુધી તેને પણ સમ્યગ્દર્શનની વિશેષ લાયકાત નથી. વિશેષ લાયકાત તો જે સમયે જીવ પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ કરે તે સમયે જ હોય છે. સામાન્ય લાયકાત તે પ્રગટરૂપ છે. સામાન્ય લાયકાત કાર્ય પ્રગટવાનું ઉપાદાનકારણ નથી પણ વિશેષ લાયકાત જ ઉપાદાનકારણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114