________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
૮૧
=
=
=
=
—
—
—
—
—
—
—
—
—
—
—
—
------
વળવા માટે વીર્યનું વલણ કામ ન કરે તો તે વલણ વ્યવહારની રુચિમાં ટકયું છે પણ નિશ્ચય સ્વભાવમાં ઢળે છે તે વીર્યમાં વર્તમાનનું વલણ (વ્યવહારનો પક્ષ) છૂટી જ જાય છે. માટે અનંત તીર્થ કર ભગવંતોએ નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ કર્યો છે.
અભવ્ય અને ભવ્યમિથ્યાદષ્ટિ જીવ બહુ તો અશુભ છોડી વૈરાગ્ય સુધી આવે, આ વૈરાગ્યનો શુભરાગ પણ વર્તમાન પુરતો છે. ત્યાં વર્તમાન ઉપર જ્ઞાનનું લક્ષ ટકાવવા કરતાં ત્રિકાળી સ્વભાવ ઉપર જ્ઞાનનું લક્ષ ટકાવી રાખું એમ સ્વભાવના તરફ વીર્યનું જોર ન કરે ત્યાં સુધી નિશ્ચયનો આશ્રય થતો નથી અને નિશ્ચયના આશ્રય વગર વ્યવહારનો પક્ષ છૂટતો નથી.
વ્યવહારનો આશ્રય તો જેની કદી મુક્તિ નથી એવો અભવ્ય જીવ પણ કરે છે માટે નિશ્ચયના આશ્રયે જ મુક્તિ થાય છે તેથી નિશ્ચયનય વડે વ્યવહારનય નિષેધ યોગ્ય જ છે.
સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર શું કહે છે એનો જ્ઞાનમાં ખ્યાલ આવે છે તેમ જ પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ વ્યવહાર આવ્યો તેને પણ જ્ઞાન જાણે તો છે પરંતુ તે રાગરૂપવ્યવહારથી નિશ્ચય સ્વભાવનું અધિકપણું ( જુદાપણું) દષ્ટિમાં જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી નિશ્ચયસ્વભાવમાં વીર્યનું જોર ઠરે નહિ અને નિશ્ચય સ્વભાવના આશ્રય વગર નિશ્ચય સમકિત થાય નહિ. નિશ્ચયસમકિત વગર વ્યવહારનો નિષેધ થાય નહિ. આ રીતે જીવને વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે.
“રાગ તે વર્તમાન પુરતો વિકાર છે, અવસ્થાએ અવસ્થાએ તે રાગ બદલતો જાય છે અને તે વિકાર પાછળ નિર્વિકાર સ્વભાવને ધરનારું દ્રવ્ય કાયમ છે.” આમ, વિકલ્પ વડે તો જીવને ખ્યાલમાં આવે છે, પણ જ્યાં સુધી ત્રિકાળી સ્વભાવમાં વીર્યને ઢાળીને અરાગી નિશ્ચય સ્વભાવનું જોર ન આવે ત્યાં સુધી વ્યવહારનો નિષેધ થાય નહિ અને વ્યવહારના નિષેધ વગર સમ્યગ્દર્શન થાય નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com