________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય દષ્ટિ 1/1 -- -- -- -- -- વિકારનું નિમિત્ત કોઈ દ્રવ્ય ન રહ્યું અર્થાત્ સ્વ તરફથી લેતાં જીવ દ્રવ્યમાં વિકાર જ ન રહ્યો. આ રીતે દરેક દ્રવ્ય ભિન્ન છે એવી દષ્ટિ એટલે કે દ્રવ્યદષ્ટિ થતાં રાગદ્વેષની ઉત્પત્તિનું કારણ જ રહ્યું નહિ એટલે દ્રવ્યદૃષ્ટિમાં વીતરાગભાવથી જ ઉત્પત્તિ રહી. અવસ્થાદષ્ટિથી-પર્યાયદષ્ટિથી અથવા તો બે દ્રવ્યોના સંયોગી કાર્યની દષ્ટિમાં રાગ-દ્વેષાદિ ભાવો થાય છે. કર્મ' અનંત પુદ્ગલોનો સંયોગ છે તે સંયોગ ઉપર કે સંયોગી ભાવ ઉપર લક્ષ કર્યું ત્યારે રાગ-દ્વેષ થાય છે, પણ જો અસંયોગ એટલે કે દરેક પરમાણુ ભિન્ન ભિન્ન છે એવી દષ્ટિ કરે (ખરેખર, પોતાના અસંયોગી આત્મ સ્વભાવની દષ્ટિ કરે) તો રાગ-દ્વેષ થાય નહિ, પણ તે દષ્ટિના જોરે મોક્ષ જ થાય.... માટે દ્રવ્યદષ્ટિનો અભ્યાસ તે પરમ કર્તવ્ય છે. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com