________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
૮૯
=
=
=
=
=
=
--
-
--
માન્યું તો ત્રિકાળી સ્વભાવની આડ મારી હોવાથી (અરુચિ કરી હોવાથી) તને સૂક્ષ્મપણે રાગની મીઠાશ છે, વ્યવહારની પકડ છે, એટલે જ સમ્યગ્દર્શન થતું નથી.
રાગ રહિત જ્ઞાયક સ્વભાવની વાત આવે ત્યાં જ જીવને એમ થાય કે “આ કામ કેમ થાય?' તો તેનું વીર્ય વ્યહારમાં અટકી ગયું છે એટલે તેને સ્વભાવની દૃષ્ટિ નહિ હોવાથી સમ્યગ્દર્શન પ્રગટતું નથી. સૂક્ષ્મ જ્ઞાનસ્વભાવ છે તેની મીઠાશ છૂટી એટલે રાગની મીઠાશ થઈ, નિશ્ચય સ્વભાવની અપૂર્વ વાત જીવ કદી સમજયો નથી અને કોઈ ને કોઈ પ્રકારે વ્યવહારની રુચિ રહી ગઈ છે.
શ્રી સમયપ્રાભૃતમાં જયચંદ્રજી પંડિત કહે છે કે, “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી, જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે કે, “શુધ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાનશ્રધ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થઈ શકતું નથી.” (સમયસાર, ગુજરાતી, પાનું ૨૧ )
આત્માના નિશ્ચય સ્વભાવની વાત કરતાં વ્યવહાર ગૌણ થાય ત્યાં જો સ્વભાવના કાર્ય માટે વીર્ય નકાર કરે અને વ્યવહાર માટે રુચિ કરે તો તેને સ્વભાવની રુચિ નથી; અને સ્વભાવ તરફની રુચિ વગર વીર્ય સ્વભાવમાં કામ કરી શકે નહિ એટલે તેને વ્યવહારની પકડ ખસે નહિ.
આ નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે એમ જ્ઞાનીઓ વારંવાર કહે છે તેમાં વ્યવહારના સ્વરૂપનું જ્ઞાન પણ ભેગું આવી જાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com