________________
८८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
જેમ કોઈની સલાહ પૂછે અને તેનુ કહેવું ખ્યાલમાં લે પરંતુ તે પ્રમાણે માનવાની વાત નહિ, વાતને ખ્યાલમાં તો લીધી પણ તે પ્રમાણે કર્યું નહિ તેમ શાસ્ત્રના કહેવાથી જાણ્યું તો ખરું કે નિશ્ચયના આશ્રયે મુક્તિ અને વ્યવહારના આશ્રયે બંધન છે, પરંતુ એ તો સલાહને ખ્યાલમાં લીધી પણ તેમ માન્યું નહિ. શાસ્ત્ર કહેલાં બને પડખાંને ખ્યાલમાં તો લે પરંતુ પોતાની રુચિમાં આવે તે માને. પંચ તો પોતાના વીર્યમાં રહી. તેમાં ભગવાન કે શાસ્ત્રનું જાણપણું કામ ન આવે.
แ દિવ્ય ધ્વનિનો આશય તો ખ્યાલમાં આવે છે કે, “આમ કહેવા માગે છે” પરંતુ તેની રુચિ નથી કરતો. ક્ષયોપશમભાવે માત્ર ધારણા થી ખ્યાલ કરે છે પરંતુ યથાર્થપણે રુચિથી સમજ્યો નથી જો યથાર્થ પણે રુચિથી સમજે તો સમ્યગ્દર્શન થાય જ.
સ્વભાવની વાત તે વર્તમાન વિકલ્પના રાગ કરતાં જુદી પડે છે. સ્વભાવની રુચિપૂર્વક સ્વભાવની વાત જે જીવ સાંભળે છે તે રાગથી અંશે તે વખતે જુદો પડીને સાંભળે છે. જો સ્વભાવની વાત સાંભળતાં સાંભળતાં કંટાળો થાય અથવા · આવો અધરો-કઠણ માર્ગ?' એમ સ્વભાવ તરફ અનુચ લાગે તો તેને સ્વભાવની અરુચિ અને રાગની રુચિ છે. કેમ કે રાગમાં પોતાનું વીર્ય કામ કરી શકે અને રાગરહિત સ્વભાવમાં વીર્ય કામ ન કરે એવી તેની માન્યતા છે. આ પણ વર્તમાન પૂરતા વ્યવહારનો જ પક્ષ છે. સ્વભાવની વાત સાંભળતા તે તરફ મહિમા લાવીને ‘અહો ! આ તો મારું જ સ્વરૂપ બતાવી રહ્યા છે' એમ સ્વભાવ તરફ વીર્યનો ઉલ્લાસ આવવો જોઈએ. પણ જો “ આ કામ આપણાથી ન થાય” એમ માને તો તે વર્તમાન પૂરતા રાગની પકડમાં અટકી ગયો છે; પણ રાગથી જુદો પડયો નથી. અરે ભાઈ ! તારાથી રાગનું કાર્ય થાય અને રાગથી છૂટા પડીને રાગરહિત જ્ઞાનનું કામ કે જે તારો સ્વભાવ જ છે તે તારાથી ન થાય એમ જો તેં
(
Please inform us of any errors on rajesh@AtmaDharma.com