________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
——
અને વ્યવહાર બંનેનો આશ્રય કરવા જેવું માને તો તે એકાંત છે. (બે નયો પરસ્પર વિરોધરૂપ છે તેથી બે નયોનો આશ્રય હોઈ શકતો નથી. જીવ જ્યારે નિશ્ચયનો આશ્રય કરે ત્યારે તેને વ્યવહારનો આશ્રય છૂટી જાય છે, અને જ્યારે વ્યહારના આશ્રયમાં અટકે ત્યારે તેને નિશ્ચયનો આશ્રય થતો નથી. આમ હોવાને લીધે જેઓ બંને નયનો આશ્રય કરવા જેવો માને છે તેઓ બંને નયોને એકમેક માનતા હોવાથી એકાંતવાદી છે.) રાગ તો સમ્યગ્દર્શનમાં મદદ ન કરે. પરંતુ “રાગ મને મદદ ન કરે” એવો વિકલ્પ પણ મદદ ન કરે. આમ, રાગથી છૂટીને જ્યારે સ્વભાવ તરફ ઢળ્યો ત્યારે મુખ્ય સ્વભાવની (નિશ્ચયની) દષ્ટિ થઈ અને અવસ્થા ગૌણ થઈ ગઈ. આમ, નિશ્ચયને મુખ્ય અને વ્યવહારને ગૌણ કરે છે તેથી જ તે “નય” કહેવાય છે.
જેને વ્યવહારનો પક્ષ છે તે જીવ તો એકાંત વ્યવહારમાં ઢળ્યો એટલે તેણે નિશ્ચય સ્વભાવનો તિરસ્કાર કર્યો. એકલા વર્તમાન તરફના વલણમાં એટલું બધું જોર નથી કે તે વિકલ્પને તોડીને સ્વભાવનું દર્શન કરાવે. જો દષ્ટિમાં એકલા નિશ્ચય સ્વભાવનું વજન ન આપે તો વ્યવહારને ગૌણ કરી સ્વભાવ તરફ વળી શકે નહિ અને સમ્યગ્દર્શન થાય નહિ. જો વર્તમાન ચાલતા વિકારભાવ તરફનું જોર તોડીને સ્વભાવ તરફ જોર આપે તો તે અવસ્થામાં સ્વભાવરૂપી કાર્ય આવે. જ્ઞાન અને વીર્યની દઢતા સ્વભાવ તરફ ઢળે તે નિશ્ચયની મુખ્યતા થઈ અને રાગાદિ વિકલ્પને જાણ્યા પણ તે તરફ ઢળ્યો નહિ, તેને મુખ્ય ન કર્યા તે જ વ્યવહારનો નિષેધ થયો, ત્યાં પણ વ્યવહારનું જ્ઞાન તો છે અને તે જ્ઞાનમાં વ્યવહારની ગૌણતા વર્તે છે.
જ્ઞાન અને વીર્યના જોરમાં જે સ્વભાવ તરફની મુખ્યતા થઈ તે મુખ્યતાનું જોર ઠેઠ વીતરાગતા અને કેવળજ્ઞાન થતાં સુધી રહેશે. વચ્ચે ભલે વ્યવહાર આવશે ખરો પરંતુ ક્યારેય તેની મુખ્યતા નહિ થાય. છઠ્ઠી ભૂમિકા સુધી બુદ્ધિપૂર્વકનો રાગ રહેશે, છતાં દષ્ટિમાં કદી રાગની મુખ્યતા નહિ થાય... ત્રિકાળી સ્વભાવ એ જ મુખ્ય છે, એટલે દષ્ટિના જોરથી તે નિશ્ચયસ્વભાવ તરફ ઢળતાં ઢળતાં અને રાગરૂપ વ્યવહારને તોડતાં તોડતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com