________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
૧૦૩
આત્માનો જ્ઞાન સ્વભાવ સ્વાધીન છે. કોઈ સમય વિશેષ વગરનું જ્ઞાન ન હોય; જે સમયે વિશેષમાં થોડું જ્ઞાન હતું તે પોતાથી હતું અને વિશેષમાં પુરું થાય તે પણ પોતાથી જ થયું છે, તેમાં કોઈ પરનું કારણ નથી. આમ, જ્ઞાનસ્વભાવની સ્વાધીનતા જીવ જાણે તો તે ૫૨માં ન જોતાં પોતામાં જ લક્ષ કરીને પુર્ણનો પુરુષાર્થ કરે.
સામાન્ય કોઈ સમય વિશેષ વગર છે જ નહિ, દરેક સમયે સામાન્યનું વિશેષ કાર્ય તો હોય જ, ગમે તેટલું નાનું કાર્ય હોય તો પણ તે સામાન્યના પરિણમનથી થાય છે. નિગોદ દશાથી કેવળજ્ઞાન સુધી આત્માની સર્વ પરિણતિ પોતાથી છે, એમ સ્વતંત્રતાનો ખ્યાલ પોતાની પ્રતીતમાં આવી ગયો ત્યાં પરાવલંબન ટળી ગયું. મારી પિરણિત મારાથી કાર્ય કરી રહી છે- એવી પ્રતીતમાં આવરણ અને નિમિત્તના અવલંબનના ભૂકા ઊડી ગયા.
આત્માના અનંત ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે કર્તા, ભોકતા, ગ્રાહકતા, સ્વામિત્વતા એવા એવા અનંત ગુણોની વર્તમાન પરિણતિ નિમિત્ત અને વિકલ્પના આશ્રય વગર પોતાની પ્રગટે છે. આમ જે માને છે તે જીવને ગુણના અવલંબને પ્રગટેલો અંશ પૂર્ણતાને પ્રત્યક્ષ કરતો, અંશ સાથે જ પુર્ણને અભેદ લેતો, અંશ અને પુર્ણતા વચ્ચેના ભેદ નાંખતો હોવાથી જે ભાવ પ્રગટયો તે ભાવ યથાર્થ અને અપ્રતિહત ભાવ છે.
આ વાતની ના પાડનાર કોણ છે? જે ના પાડે તે તેની પોતાની, આ વાતની ના પાડનાર કોઈ છે જ નહિ. નિગ્રંથ સંતમુનિઓ એવા અપ્રતિત ભાવે ઊપડયા છે કે જે જ્ઞાનની ધારામાં ભંગ પડયા વગર અતૂટપણે કેવળજ્ઞાનરૂપ થઈ જવાના જ. આજે તો શ્રુતપંચમી છે. કેવળજ્ઞાનનો દિવસ છે. અહો! નિગ્રંથ આચાર્યોએ મહા મહોત્સવથી આ દિવસ ઊજવ્યો હતો.
મારા જ્ઞાનના મતિ-શ્રુતના અંશો સ્વતંત્ર થાય છે, તેને કોઈ પ૨નું અવલંબન નથી આમ પ્રતીત થતાં કોઈ નિમિત્તનું કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com