________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહા૨નયના પક્ષના સૂક્ષ્મ આશયનું સ્વરૂપ અને તેને ટાળવાનો ઉપાય
(સદગુરુદેવશ્રીનું વ્યાખ્યાન. કારતક સુદ ૭ઃ ૨૪૭૨)
અનંત પ્રાણીઓને અનંત કાળથી પોતાના નિશ્ચય સ્વભાવનું માહાત્મ્ય ન આવતાં રાગ અને વિકલ્પનો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે. તે વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ કઈ રીતે છે તેનું સ્વરૂપ કહેવાશે. ધ્યાન રાખીને સમજજો.
જીવને જ્ઞાનમાં ૫૨ વસ્તુ, વિકલ્પ તેમ જ આત્માનો સ્વભાવ પણ જણાય છે. તેના ખ્યાલમાં એમ તો આવે છે કે, આત્મા વસ્તુ રાગ કે ૫૨વસ્તુ જેટલી નથી. આમ ખ્યાલમાં આવવા છતાં રાગમાં આત્માનું વીર્ય અટકી જાય તો વ્યવહારનો પક્ષ રહે છે. આત્માના વીર્યને ૫૨ તરફના વલણથી જુદું પાડી, શુભ રાગનું જે લક્ષ થાય તે શુભ રાગ ઉપર પણ લક્ષ આપતાં, સ્વભાવના જ્ઞાન વડે વીર્યને તે શુભ ભાવમાં ન અટકાવતાં, તે શુભથી પણ જુદા એવા આત્મસ્વભાવ તરફ વીર્યને વાળે તો જીવે નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ કર્યો છે.
આત્મા વર્તમાનમાં જ જ્ઞાનાદિ અનંત સ્વભાવગુણનો પિંડ છે. તેની અવસ્થામાં વર્તમાન અશુભ અવસ્થા થાય તેને છોડવાનું તો જીવને મન થાય, કેમ કે એમાં અશુભ ઉપરથી શુભમાં વીર્ય જોડવું તે તો વર્તમાન પૂરતું જ વીર્યનું કાર્ય છે. નગ્ન દિગંબર જૈનનો સાધુ થઈને પંચ મહાવ્રતનો શુભ રાગ તેમ જ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરીને તેમની કહેલી વાત ખ્યાલમાં આવવા છતાં સમ્યગ્દર્શનના અભાવને લીધે જીવને સૂક્ષ્મપણે વ્યવહારની પકડ રહી જાય છે.
જ્ઞાનમાં શુભ અને અશુભ બંનેનો ખ્યાલ કરીને જીવ અશુભમાંથી શુભમાં તો વીર્યને ફેરવી નાખે છે પરંતુ તે વર્તમાન પૂરતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com