________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્રિયા
૭૩
ક્રિયાના પ્રકાર
આ જગતમાં જડ અને ચેતન એમ બે પ્રકારનાં દ્રવ્યો છે. દ્રવ્યની પર્યાય તે જ ક્રિયા હોવાથી ક્રિયા પણ જડ અને ચેતન એમ બે પ્રકારની છે. જડ દ્રવ્યની અવસ્થા તે જડની ક્રિયા છે અને ચેતન દ્રવ્યની (જીવની ) અવસ્થા તે ચેતનની ક્રિયા અર્થાત્ જીવની ક્રિયા છે.
જીવની ક્રિયાના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) રાગાદિ ભાવરૂપ વિકારી ક્રિયા અને, (૨) રાગાદિ ભાવરહિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અવિકારી ક્રિયા. વિકારી ક્રિયા તે બંધનું કારણ છે, તેથી તેને બંધની ક્રિયા ’ પણ કહેવાય છે અને અવિકારી ક્રિયા તે મોક્ષનું કારણ છે. તેને ‘મોક્ષની ક્રિયા ' કહેવાય છે.
,
આ રીતે કુલ ત્રણ પ્રકારની ક્રિયા થઈઃ (૧) જડની ક્રિયા (૨) જીવની વિકા૨ી ક્રિયા અને, (૩) જીવની અવિકારી ક્રિયા.
જડની ક્રિયા
શરીર જડ છે. તેની દરેક ક્રિયા તે જડની ક્રિયા છે. શરીરનું હલનચલન કે સ્થિર રહેવું તે જડની ક્રિયા છે, તેના કર્તા જડ ૫૨માણુઓ છે, આત્મા તેનો કર્તા નથી. જડની ક્રિયા સાથે બંધ કે મોક્ષનો સંબંધ નથી. શરીરની હલન-ચલનરૂપ દશા કે સ્થિર રહેવારૂપ દશા તેમાં બંધની ક્રિયા કે મોક્ષની ક્રિયા નથી. એટલે કે શરીરની કોઈ પણ ક્રિયાથી આત્માને બંધ કે મોક્ષ, લાભ કે અલાભ, સુખ કે દુઃખ થતાં નથી. કેમકે શરીરની ક્રિયા તે જડની ક્રિયા છે.
પહેલાં શરીરની અવસ્થા ઘેર રહેવારૂપ હોય અને હલન ચલનાદિરૂપ હોય, પછી શરીરની અવસ્થા બદલીને ધર્મ સ્થાનકે સ્થિર રહેવારૂપ થાય ત્યાં તે ફેરફારથી અજ્ઞાની ધર્મ માને છે. પરંતુ જડની ક્રિયા બદલી તેનાથી આત્માને ધર્મ નથી, પુણ્ય નથી તેમ જ પાપ પણ નથી. શરીરની માફક પૈસા, વસ્ત્ર કે આહારાદિના સંયોગ વિયોગ તે પણ જડની ક્રિયા છે. તેનાથી ધર્મ, પુન્ય કે પાપ થતું નથી. તે કોઈ ક્રિયાનો કર્તા આત્મા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com