________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
———————————
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા --------------
વિકારી ક્રિયા જીવના પર્યાયમાં જે રાગદ્વેષ-અજ્ઞાનરૂપ ભાવ થાય તે જીવની વિકારી ક્રિયા છે. આ ક્રિયાને બંધની ક્રિયા કહેવામાં આવે છે. શરીરાદિ જડની ક્રિયાથી વિકારી ક્રિયા થતી નથી અને જીવની વિકારી ક્રિયાથી શરીરાદિ જડની ક્રિયા થતી નથી. રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ ભાવો આત્માના પર્યાયમાં થાય છે તેથી આત્માના જ પર્યાયમાં તે વિકારી ક્રિયા કરવાની યોગ્યતા છે. શરીરની ક્રિયાથી પુણ્ય-પાપ થતાં નથી. પુણ્ય-પાપરૂપ વિકારી ક્રિયા બંધનની ક્રિયા છે. તે ક્રિયા વડે સંસાર મળે, મોક્ષ ટળે, આત્માના ગુણનો પર્યાય બળે. આ ક્રિયાથી ધર્મ થતો નથી.
દરેક ક્રિયાની સ્વતંત્રતા પ્રશ્ન:-પહેલાં જડની ક્રિયા કરે પછી ધર્મ થાયને? જેમ કે, પહેલાં શરીરને ઘરેથી ધર્મસ્થાનક સુધી લઈ આવે, પછી ધર્મ સાંભળે અને પછી સાચી સમજણથી ધર્મ થાય. એ રીતે જડની ક્રિયા કરવાનું આવ્યું કે નહિ?
ઉત્તર- જડની ક્રિયા વડે ધર્મ થતો નથી. જડની ક્રિયા આત્મા કરતો જ નથી. તેથી જડની ક્રિયા સાથે આત્માને સંબંધ નથી. ઉપરના દષ્ટાંતમાં શરીરની ક્રિયા ફરી તે કારણે ધર્મ થયો નથી. “તત્ત્વ સમજવા જવું છે” એવો શુભ ભાવ થયો અને ઘરેથી ધર્મ સ્થાનકે ગયા. ત્યાં નીચે મુજબની ક્રિયાઓ થઈ છેઃ (૧) શુભ ભાવ થયો તે પુણ્ય છે. તે વિકારી ક્રિયા છે. (૨) શરીરનું ક્ષેત્રમંતર થયું તે જડની ક્રિયા છે. (૩) આત્માના પ્રદેશોનું ક્ષેત્રાંતર થયું તે આત્માની વિકારી ક્રિયા છે. (૪) સત શ્રવણ પ્રત્યેનું લક્ષ તે શુભ ભાવરૂપ વિકારી ક્રિયા છે. આ ચાર ક્રિયાઓ થઈ ત્યાં સુધી હજી ધર્મ થયો નથી. ધર્મશ્રવણના લક્ષથી પણ ખસીને સ્વ લક્ષ તરફ ઢળે અને પોતાના શુદ્ધ આત્મસ્વભાવનો મહિમા લાવીને નિર્ણય કરે તો તે જીવની અવિકારી ક્રિયા છે. તે જ ધર્મ છે. જડની ક્રિયા, આત્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com