________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૭૧
——
—
—
—
—
—
—
—
——
—
—
—
––––––––––––––
૬૦. બે પર્યાયોની લાયકાત એકસાથે ન હોય. એક સમયમાં બે લાયકાત હોતી જ નથી. કેમકે જે સમયે જેવી લાયકાત છે તેવો પર્યાય પ્રગટ હોય છે, અને તે જ વખતે જો બીજી લાયકાત પણ હોય તો એક સાથે બે પર્યાય થઈ જાય. પરંતુ એમ કદી બની શકે નહિ. જે સમયે જે પર્યાય પ્રગટ હોય છે તે સમયે બીજા પર્યાયની લાયકાત હોતી જ નથી. લોટરૂપ અવસ્થાની લાયકાત વખતે રોટલીરૂપ અવસ્થાની લાયકાત જ હોતી નથી. તો પછી નિમિત્ત ન મળ્યું માટે રોટલી ન થઈ એ વાતને અવકાશ ક્યાં છે? અને જ્યારે રોટલી થાય છે ત્યારે તે પૂર્વના લોક પર્યાયનો અભાવ કરીને જ થાય છે. તો પછી બીજાને તેનું કારણ કેમ કહેવાય? બહુ બહુ તો લોટરૂપ પર્યાયનો વ્યય થયો તેને રોટલીરૂપ પર્યાયનું કારણ કહી શકાય.
૬૧. “જીવ પરાધીન છે' એટલે શું? પ્રશ્ન:- સમયસાર નાટકમાં સ્યાદ્વાદઅધિકારના ૯ મા શ્લોકમાં જીવને પરાધીન કહ્યો છે. શિષ્ય પૂછે છે કે, હે સ્વામી! જીવ સ્વાધીન છે કે પરાધીન? ત્યારે શ્રી ગુરુ ઉત્તર આપે છે કે, દ્રવ્યદૃષ્ટિથી જીવ સ્વાધીન છે, ને પર્યાયદષ્ટિથી પરાધીન છે. તો ત્યાં જીવને પરાધીન કેમ રહ્યો છે?
ઉત્તર:- પર્યાયદષ્ટિથી જીવ પરાધીન છે એટલે કે જીવ પોતે પોતાના સ્વભાવનો આશ્રય છોડીને, પર લક્ષે પોતે સ્વતંત્રપણે પરાધીન થાય છે, પરંતુ પરદ્રવ્યો કંઈ જીવ ઉપર બળજોરી કરીને તેને પરાધીન કરતાં નથી. પરાધીન એટલે પોતે સ્વતંત્રપણે પરને આધીન થાય છે પરાધીનપણું માને છે, નહિ કે પર પદાર્થો તેને આધીન કરે છે.
૬૨. દ્રવ્યાનુયોગ ને ચરણાનુયોગનો ક્રમ પ્રશ્ન- આ ઉપાદાન નિમિત્તની વાત તો દ્રવ્યાનુયોગની છે. પરંતુ પહેલાં તો જીવ ચરણાનુયોગ અનુસાર શ્રદ્ધાની થાય અને તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com