Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 72
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા ૫ થાય છે, એટલે કે જ્યારે નૈમિત્તિક હોય ત્યારે નિમિત્ત પણ અવશ્ય હોય જ છે એટલો સંબંધ છે, પણ નિમિત્ત જો નૈમિત્તિકમાં કંઈ પણ કરે તો તેમને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન રહે પણ કર્તાકર્મ સંબંધ થઈ જાય. ૫૦. ‘નિમિત્તની ઉપેક્ષા ન કરવી જોઈએ પણ નિમિત્ત મેળવવાં જોઈએ ’ એ માન્યતા મિથ્યા છે. પ્રશ્ન:- ‘કોઈને પુત્ર થવાનો હતો પણ દસ વર્ષ સુધી વિષય ન ભોગવ્યો અર્થાત્ પુત્ર થવા માટેનું નિમિત્ત ન મેળવ્યું તેથી પુત્ર ન થયો. માટે નિમિત્ત મેળવવું જોઈએ, નિમિત્તને રસ્તે ઉપાદાનનું કાર્ય થાય છે; આપણે નિમિત્તની ઉપેક્ષા કરવી ન જોઈએ ' એ વાત બરાબર છે? ઉત્તર:- એ વાત મિથ્યા છે. હું નિમિત્ત મેળવું તો કાર્ય થાય એ વાત ખોટી છે, તેમાં એકલી નિમિત્તાધીન દષ્ટિ છે. (પુત્ર થવા સંબંધી વાત આગળ આવી ગઈ છે જુઓ પેરા ૯) નિમિત્ત ન હતું માટે કાર્ય અટકી ગયું અને નિમિત્ત ભેગું કરું તો કાર્ય થાય એ વાત ત્રણ કાળમાં સાચી નથી. કાર્ય થવાનું જ ન હતું ત્યારે નિમિત્ત ન હતું અને જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ. આ અબાધિત નિયમ છે. પર નિમિત્તોને આત્મા મેળવી શકે એમ માનવું તે મિથ્યાત્વ છે. એ રીતે, આત્માને પોતાના કાર્યમાં ૫રની અપેક્ષા નથી. છતાં ‘આપણે નિમિત્તની ઉપેક્ષા કરવી ન જોઈએ,' એમ કોઈ માને તો તે જીવ સદાય નિમિત્ત સામે જ જોયા કરે. એટલે તેની દષ્ટિ સદાય પર ઉપર જ રહ્યા કરે પણ પ૨ની ઉપેક્ષા કરીને સ્વભાવનું નિર્મળ કાર્ય તે પ્રગટ કરે નહિ. નિમિત્તના રસ્તે ઉપાદાનનું કાર્ય કદી થતું નથી, પણ ઉપાદાનની યોગ્યતાથી જ (ઉપાદાનના રસ્તે જ) તેનું કાર્ય થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114