________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
–––––––
ઓળખાવવા માટે તેને “નિમિત્ત કારણ” એવી સંજ્ઞા આપી છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર-પ્રકાશક છે તેથી તે પર જાણે છે, અને પરમાં નિમિત્તપણાની લાયકાત છે તેને પણ જાણે છે.
૪૮. કર્મના ઉદયને લીધે જીવને વિકાર થતો નથી.
જીવના પર્યાયમાં જ્યારે વિકાર થાય ત્યારે કર્મ નિમિત્ત તરીકે હોય જ. પણ જીવનો પર્યાય અને કર્મ એ બંને ભેગાં થઈને વિકાર કરતાં નથી. કર્મના ઉદયને લીધે વિકાર થતો નથી, અને વિકાર કર્યો માટે કર્મો ઉદયમાં આવ્યાં એમ નથી અને જીવ વિકાર ન કરે ત્યારે કર્મો ખરી જાય છે તેને નિમિત્ત કહેવાય છે. પરંતુ જીવે વિકાર ન કર્યો માટે કર્મો ખર્યા એ વાત બરાબર નથી, તે પરમાણુઓની લાયકાત જ તેવી હતી.
જે દ્રવ્યની જે સમયે, જે ક્ષેત્રે, જેવા સંયોગોમાં અને જે રીતે જેવી અવસ્થા થવાની હોય તેવી, તે પ્રમાણે થાય જ, તેમાં ફેર પડે જ નહિ. એ શ્રદ્ધામાં તો વીતરાગીદષ્ટિ થઈ જાય છે. સ્વભાવની દઢતા ને સ્થિરતાની એકતા છે, અને વિકારથી ઉદાસીનતા ને પરથી ભિન્નતા છે; તેમાં સમયે સમયે ભેદવિજ્ઞાનનું જ કાર્ય છે.
૪૯. નૈમિત્તિકની વ્યાખ્યા. પ્રશ્ન- નૈમિત્તિકનો અર્થ વ્યાકરણ પ્રમાણે તો “નિમિત્તથી થાય તે” એવો થાય છે, અને અહીં તો કહ્યું કે, નિમિત્તથી નૈમિત્તિકમાં કાંઈ થતું નથી.
ઉત્તર- “નિમિત્તથી થાય તે નૈમિત્તિક છે અર્થાત્ નિમિત્તજનક અને નૈમિતિક જન્ય છે” એ વ્યાખ્યા વ્યવહારથી કહેવાય છે; ખરેખર, નિમિત્તથી નૈમિતિક થતું નથી. પણ ઉપાદાનનું કાર્ય તે નૈમિતિક છે અને જ્યારે નૈમિત્તિક કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે, તેથી ઉપચારથી તે નિમિત્તને જનક પણ કહેવાય છે. વળી, નૈમિત્તિકનો અર્થ “જેમાં નિમિત્તનો સંબંધ હોય એવું” એમ પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com