Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 67
________________ ૬૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા મહાવીર ભગવાનના સમોસરણમાં ગૌતમ ગણધર આવવાથી દિવ્યધ્વનિ છૂટયો અને પહેલા છાસઠ દિવસ સુધી ન આવવાથી ધ્વનિ અટકયો હતો એ વાત સાચી નથી. વાણીના ૫૨માણુઓમાં જે સમયે વાણીરૂપે પરિણમવાની લાયકાત હતી તે સમયે જ તેઓ વાણીરૂપે પરિણમ્યા છે અને તે વખતે જ બરાબર ગણધર દેવ હોય જ. ગણધર આવ્યા માટે વાણી છૂટી એમ નથી. ગણધર જે સમયે આવ્યા છે તે સમયે જ તેમની આવવાની લાયકાત હતી. એવો જ સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે; તેથી ગૌતમ ગણધર ન આવ્યા હોત તો વાણી ન છૂટતને? એવા તર્કને અવકાશ જ નથી. ૩૯. નિમિત્ત ન હોય તો ? 6 કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો....?' એમ શંકા કરનારની સામે જ્ઞાનીઓ પુછે કે ‘હૈ ભાઈ, તું જીવ જ આ જગતમાં ન હોત તો? અથવા તો તું અજીવ હોત તો?' શંકાકાર ઉત્તર આપે છે કે, ‘હું જીવ જ છું તેથી બીજા તર્કને સ્થાન નથી.' તો જ્ઞાની કહે છે કે, જેમ તું સ્વભાવથી જ જીવ છો તેથી તેમાં બીજા તર્કને સ્થાન નથી તેમ, ‘ જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે' એવો જ ઉપાદાન નિમિત્તનો સ્વભાવ છે. તેથી તેમાં બીજા તર્કને અવકાશ નથી. ૪૦. કમળમાં ખીલવાની લાયકાત હોય પણ સૂર્ય ન ઊગે તો... ? કમળનું ખીલવું અને સૂર્યનું ઊંગવું તે બન્નેનો સહજ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. પણ સૂર્ય ઊંગ્યો તે કા૨ણે કમળ ખીલ્યું નથી, કમળ પોતાના તે પર્યાયની લાયકાતથી ખીલ્યું છે. પ્રશ્ન:- સૂર્ય ન ઊગે તો કમળ ન ખીલે ને ? ઉત્તર:- કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો? એના જેવો આ પ્રશ્ન છે. તેનું સમાધાન ઉ૫૨થી યુક્તિ પ્રમાણે સમજી Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114