Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 28
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થ ૨૧ ––––––––––––––––––––––––––––––––– નથી. ઘણા કાળનાં કર્મો ક્ષણમાં ટાળી નાંખ્યાં તેનો અર્થ એટલો જ સમજવો કે જીવે ઘણો પુરુષાર્થ પોતાના પર્યાયમાં કર્યો છે. છએ દ્રવ્યો પરિણમનસ્વભાવી છે અને તેઓ પોતાની મેળે ક્રમબદ્ધ પર્યાયમાં પરિણમે છે. છએ દ્રવ્યો પરની સહાય વગર સ્વયં પરિણમે છે. આ શ્રધ્ધા કરવામાં જ અનંત પુરુષાર્થ છે. પુરુષાર્થ વગરનો એકે પર્યાય થતો નથી, માત્ર પુરુષાર્થનું વલણ સ્વતરફ કરવાને બદલે પર તરફ જીવ કરે છે તે જ અજ્ઞાન છે. જો સ્વભાવની રુચિ કરે તો સ્વભાવ તરફ વળે, એટલે પર્યાય ક્રમે ક્રમે શુદ્ધ જ થાય. આ વાતની સમજણમાં આત્માના મોક્ષનો ઉપાય રહેલો છે. માટે આ વાત બરાબર છંછેડીને સમજવી, જરા પણ ઢાંકવી નહિ. નિર્ણયપુર્વક ખુલ્લી કરીને જાણવી જોઈએ. પરમ સત્ન ઢંકાય નહિ પણ ઊહાપોહ કરીને બરાબર છંછેડી-છોડીને નક્કી કરવું જોઈએ. સત્યમાં કોઈની શરમ હોય નહિ. આ તો વસ્તુ સ્વરૂપ છે. સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પોતાના સમ્યજ્ઞાનથી એમ જાણે છે કે સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જાણું છે તે પ્રમાણે દરેક વસ્તુ ક્રમબદ્ધ પરિણમે છે, મારો કેવળજ્ઞાનપર્યાય પણ ક્રમબદ્ધપણે મારા સ્વદ્રવ્યમાંથી જ પ્રગટવાનો છે. આવી સમ્યકભાવનાથી તેનું જ્ઞાન લંબાઈને સ્વભાવમાં એકાગ્ર થાય છે અને જ્ઞાતાશક્તિ પર્યાય ક્રમે ક્રમે ટળતો જાય છે. કોણ કહે છે કે આમાં પુરુષાર્થ નથી ? આવા સ્વભાવમાં જે નિઃશંક છે તે સમ્યગ્દષ્ટિ છે અને આ સ્વભાવમાં કંઈ પણ સંદેહ વેદે તે મિથ્યાષ્ટિ છે, તેને સર્વજ્ઞના જ્ઞાનની અને પોતાના જ્ઞાતાસ્વભાવની શ્રધ્ધા નથી. અહા! આ સમ્યગ્દષ્ટિ જીવની ભાવના તો જુઓ! સ્વભાવથી શરૂ કર્યું છે અને સ્વભાવમાં જ લાવીને પુરું કરે છે જે ઠેકાણે શરૂ કર્યું છે ત્યાં ને ત્યાં લાવી મૂકયું છે. આત્મામાં સ્વાશ્રયે સાધક Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114