________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
-----
=
=
=
ઉપર બતાવ્યું છે. કોઈ જીવ “જેમ બનવાનું હોય તેમ જ બને છે” એમ નિયતવાદને માને ખરો, પરંતુ પરનું લક્ષ અને પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવ તરફ ઢળે નહિ. નિયતવાદને જે નક્કી કરનાર છે એવા પોતાના જ્ઞાન અને પુરુષાર્થની સ્વતંત્રતાને સ્વીકારે નહિ, પરનું અને વિકારનું કર્તાપણાનું અભિમાન છોડ નહિ. એ રીતે પુરુષાર્થને ઉથાપીને સ્વચ્છેદે પ્રવર્તે એને ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યો છે.
થવાનું હોય તે થાય' એમ માત્ર પર લક્ષ માન્યું તે યથાર્થ નથી. “થવાનું હોય તે થાય છે” એવો જો યથાર્થ નિર્ણય હોય તો જીવનું જ્ઞાન પર પ્રત્યે ઉદાસીન થઈને પોતાના સ્વભાવમાં વળી જાય, અને તે જ્ઞાનમાં યથાર્થ શાંતિ થઈ જાય. તે જ્ઞાન સાથે જ પુરુષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ ને કર્મ-એ પાંચે સમવાય આવી જાય છે.
૨૩. મિથ્યાનિયતવાદના ઉપલક્ષણો. પ્રશ્ન- મિથ્યાનિયતવાદી જીવ પણ પરવસ્તુ ભાંગી જાય કે નષ્ટ થઈ જાય ત્યારે “જેમ બનવાનું હતું તેમ બન્યું” એમ માનીને શાંતિ તો રાખે છે. તો પછી તેને સમ્મગ્નિયતવાદનો નિર્ણય કેમ નથી?
ઉત્તર:- તે જીવ જે શાંતિ રાખે છે તે યથાર્થ નથી પણ મંદકષાયરૂપ શાંતિ છે. જો નિયતવાદનો યથાર્થ નિર્ણય હોય તો, જેવી રીતે તે એક પદાર્થનું જેમ બનવાનું હતું તેમ બન્યું તેવી રીતે બધાય પદાર્થોનું બનવાનું હોય તેમ જ બને છે એવો પણ નિર્ણય હોય અને જો એમ હોય તો પછી
હું પરદ્રવ્યોને નિમિત્ત થાઉં તો તેનું કામ થાય, નિમિત્ત હોય તો જ કામ થાય, નિમિત્તનું કોઈ વખતે જોર છે” એવી બધી માન્યતા ટળી જાય છે.
બધું નિયત છે” એટલે જે કાર્યમાં જે સમયે જે નિમિત્તની હાજરી રહેવાની હોય તે કાર્યમાં તે સમયે નિમિત્ત સ્વયમેવ હોય જ તો પછી નિમિત્ત મેળવવું જોઈએ અથવા નિમિત્તની ઉપેક્ષા ન કરી શકાય અથવા તો નિમિત્ત ન હોય તો કાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com