Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 47
________________ ४० Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા શાસ્ત્રને આવવું જ પડે તેમ નથી, અને શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું એમ પણ નથી. આત્માના સામાન્ય જ્ઞાનસ્વભાવનું વિશેષરૂપ પરિણમન થઈને જ જ્ઞાન થાય છે. તે જ્ઞાન નિમિત્તના અવલંબન વગર અને રાગના આશ્રય વગર સામાન્ય જ્ઞાનસ્વભાવના આશ્રયે જ થાય છે. ૭. કુંભારને લીધે ઘડો થયો નથી. માટીના જે સમયના પર્યાયમાં ઘડો થવાની લાયકાત છે તે જ સમયે તે પોતાના ઉપાદાનથી જ ઘડારૂપે થાય છે, અને તે વખતે કુંભારની હાજરી ( ઉપસ્થિતિ ) તેના પોતાના કારણે હોય છે. તેને નિમિત્ત કહેવાય છે. ઘડો થાય તે વખતે કુંભાર વગેરે ન હોય તેમ બને નહિ પણ કુંભાર આવ્યો માટે માટીની અવસ્થા ઘડારૂપે થઈ એમ નથી; ઘડો થવાનો હતો માટે કુંભારને આવવું પડયું એમ પણ નથી. માટીમાં સ્વતંત્ર તે સમયના પર્યાયની લાયકાતથી ઘડો છે અને તે વખતે કુંભાર પોતાના પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હાજર છે; પણ કુંભારે ઘડો કર્યો નથી, તેમજ કુંભારના નિમિત્તથી ઘડો થયો નથી. ૮. એક પર્યાયમાં બે પ્રકારની લાયકાત હોય જ નહિ. પ્રશ્ન:- જ્યાં સુધી કુંભારરૂપી નિમિત્ત ન હતું ત્યાં સુધી માટીમાંથી ઘડો કેમ ન થયો ? ઉત્ત૨:- અહીં એ ખાસ વિચારવાનું છે કે જે વખતે માટીમાંથી ઘડો નથી થયો તે વખતે તેનામાં શું ઘડો થવાની યોગ્યતા છે? કે ઘડો થવાની યોગ્યતા જ નથી ? , જો એમ માનવામાં આવે કે ‘માટીમાંથી ઘડો નથી થયો તે વખતે પણ માટીમાં ઘડો થવાની યોગ્યતા છે.' પરંતુ નિમિત્ત નથી માટે ઘડો નથી થતો, તો એ માન્યતા બરાબર નથી. કેમ કે જ્યારે માટીમાં ઘડારૂપ અવસ્થા નથી થઈ ત્યારે તેમાં પિંડરૂપ અવસ્થા છે, અને તે વખતે અવસ્થા થવાની જ તેની યોગ્યતા છે, જે સમયે માટીની Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114