________________
૨૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ– કહાનજૈનશાસ્ત્રમાળા
દશા શરૂ કરી છે અને પુર્ણતા પણ સ્વાશ્રયે આત્મામાં જ થાય છે. કેવળજ્ઞાન સંપૂર્ણપણે સ્વમાં જ સમાય છે. સાધક ધર્માત્મા પોતામાં જ સમાવા માગે છે, બહારથી ક્યાંયથી શરૂ કર્યું નથી અને બારમાં ક્યાંય અટકવાનું નથી. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં જ સમાય છે.
એકલા જીવની વાત નથી પણ બધા જ પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. અહીં મુખ્યપણે જીવની વાત સમજાવી છે. આત્માની અવસ્થા આત્મામાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે એમ નક્કી કરવામાં અનંતુ વીર્ય છે; આ નક્કી કરતાં, અનંતા ૫૨૫દાર્થો સારા ખરાબ માનીને પહેલાં જે રાગ-દ્વેષ થતા તે બધા ટળી ગયા. ૫૨ નિમિત્તનું ધણીપણું માનીને વીર્ય ૫૨માં અટકતું તે હવે પોતાના આત્મસ્વભાવને જોવા વળગી ગયું, રાગ–નિમિત્ત એ બધાની દૃષ્ટિ ગઈ અને સ્વભાવમાં દૃષ્ટિ થઈ. સ્વભાવષ્ટિમાં પોતાના પર્યાયની સ્વાધીનતાની કેવી પ્રતીત આવે છે તેની આ વાત છે. સ્વભાવષ્ટિ સમજ્યાં વગરનાં વ્રત, તપ, ભક્તિ, દાન અને ભણતર એ બધુંય એકડા વગરનાં મીંડાંની જેમ વૃથા છે, મિથ્યાદષ્ટિ જીવને તે કાંઈ સાચું હોતું નથી.
અહો ભગવાન ! તારી વસ્તુમાં ભગવાન જેટલું પરિપુર્ણ સામર્થ્ય છે, ભગવાનપણું વસ્તુમાં જ પ્રગટવાનું છે. આવા ટાણે યથાર્થ વસ્તુને દષ્ટિમાં ન લે તો વસ્તુના સ્વરૂપને જાણ્યા વગર જન્મ-મરણના અંત નથી. વસ્તુ જાણતાં અનંત સંસાર ટળી જાય છે. વસ્તુમાં સંસાર નથી. વસ્તુની પ્રતીત થતાં મોક્ષપર્યાયની તૈયારીના ભણકારા વાગે છે, ભગવાન! તારા સ્વભાવની વાત છે, હા તો લાવ! તારા સ્વભાવના હકારમાંથી સ્વભાવદશાની અસ્તિ આવશે. સ્વભાવ સામર્થ્યની ના ન પાડ. ‘સવ પ્રાર્ અસર આ વુા હે' તારા દ્રવ્યમાં દષ્ટિ કરીને જો. દ્રવ્યમાંથી સાદિ-અનંત મોક્ષદશા પ્રગટે છે. તે દ્રવ્યની પ્રતીતના જોરે મોક્ષદશા પ્રગટી જાય છે. ।। ૩૨૧-૩૨૨।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com