________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
–––––
—
—
—
-
-
ઉત્તર- અહો! એમાં પણ ખરેખર તો ચૈતન્યની જ ઓળખાણ કરાવી છે. કર્મના જે દસ પ્રકાર પાડયા છે તે આત્માના પરિણામોના પ્રકાર બતાવવા માટે જ છે. આત્માનો પુરુષાર્થ તેવા દસ પ્રકારે થઈ શકે છે તે બતાવવા માટે કર્મના પ્રકાર પાડી સમજાવ્યું છે. આત્માના પુરુષાર્થ વખતે સામા પરમાણુઓ તેની લાયકાત પ્રમાણે સ્વયં પરિણમે છે. આમાં તો બંનેના નિમિત્ત-નૈમિત્તક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે, પરંતુ કર્મો આત્માનું કંઈ કરે એ વાત કરી નથી.
એક કર્મ-પરમાણુ પણ દ્રવ્ય છે. તેમાં અનાદિ અનંત જે પર્યાય થવાનો છે તે જ સમયે સમયે ક્રમબદ્ધ થાય છે,
પ્રશ્ન- કર્મની ઉદીરણા થાય એમ કહ્યું છે ને?
ઉત્તર- ઉદીરણાનો અર્થ એવો નથી કે, પછી થવાની અવસ્થાને ઉદીરણા કરીને વહેલી લાવ્યા; કર્મની કમબદ્ધ અવસ્થા જ તે પ્રકારની થવાની છે. જીવે પોતામાં પુરુષાર્થ કર્યો તે બતાવવા માટે ઉપચારથી કર્મમાં ઉદીરણા થઈ ” એમ કહ્યું છે. ખરેખર, કર્મની અવસ્થાનો ક્રમ ફરી ગયો નથી, પરંતુ જીવે પોતાના પર્યાયમાં તે પ્રકારનો પુરુષાર્થ કર્યો છે-તેનું જ્ઞાન કરાવવા માટે જ “ઉદીરણા” કહેવામાં આવી છે.
વળી, “જીવ ઘણો પુરુષાર્થ કરે તો ઘણાં કર્મો ખરે” એમ કહેવામાં આવે છે ત્યાં પણ ખરેખર જીવે કર્મ ખેરવવાનો પુરુષાર્થ કર્યો નથી, પણ પોતાના સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો છે. જીવના વિશેષ પુરુષાર્થનું જ્ઞાન કરાવવા માટે આરોપથી એમ બોલાય છે કે ઘણાકાળના કર્મ પરમાણુઓ અલ્પકાળમાં ખેરવી નાખ્યા. આ આરોપિત કથનમાં સાચું વસ્તુસ્વરૂપ તો એમ છે કે, જીવે સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો અને તે વખતે જે કર્મોની અવસ્થા સ્વયં ખરવારૂપ હતી તે કર્મો ખરી ગયાં. પરમાણુની અવસ્થાના ક્રમમાં ભંગ પડતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com