________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૧૫
=
=
=
=
==
==
=
=
–
–
–
––
––
–
–
–
–
–
–
-
-
-
-
-
બસ! આનું નામ કમબદ્ધ પર્યાયની શ્રદ્ધા છે. આ જીવે જ સર્વશને યથાર્થપણે જાણ્યા છે, અને આ જ જીવ સ્વભાવદષ્ટિથી સાધક થયો છે. તેનું ફળ સર્વજ્ઞદશા છે.
દ્રવ્યમાં સમયે સમયે જે વિશેષ અવસ્થા થાય છે તે સામાન્યમાંથી જ આવે છે. સામાન્યમાંથી વિશેષ પ્રગટે છે- એમાં તો કેવળજ્ઞાન ભરેલું છે; જૈન સિવાય સામાન્ય વિશેષની આ વાત બીજે ક્યાંય નથી, અને સમ્યગ્દષ્ટિ સિવાય બીજા તે યથાર્થપણે સમજી શકતા નથી. “સામાન્યમાંથી વિશેષ થાય છે” આટલો સિદ્ધાંત નક્કી કરતાં તો પરિણમન સ્વ તરફ ઢળી ગયું, પરથી મારો પર્યાય નહિ, નિમિત્તથી નહિ, વિકલ્પથી પણ નહિ અને પર્યાયમાંથી પણ મારો પર્યાય થતો નથી. આમ, બધાથી લક્ષ છોડીને જે જીવ એકલા દ્રવ્યમાં ઢળ્યો છે તે જીવને એમ પ્રતીતિ થઈ છે કે સામાન્યમાંથી જ વિશેષ થાય છે. અજ્ઞાનીને આવી સ્વાધીનતાની પ્રતીતિ હોતી નથી.
- ભગવાને જેમ જોયું તેમ જ થાય એમ નક્કી કરનારનું વીર્ય પરમાંથી ખસીને સ્વમાં સ્થંભી ગયું છે. જ્ઞાને સ્વમાં ટકીને સર્વજ્ઞના જ્ઞાનસામર્થ્યનો અને બધાં દ્રવ્યોનો નિર્ણય કર્યો છે. તે નિર્ણયરૂપ પર્યાય
ક્યાંય પરમાંથી આવ્યો નથી, વિકલ્પમાંથી પણ આવ્યો નથી, પરંતુ દ્રવ્યમાંથી તે નિર્ણયની તાકાત પ્રગટી છે એટલે નિર્ણય કરનારે દ્રવ્યને પ્રતીતમાં લઈને નિર્ણય કર્યો છે. આવો નિર્ણય કરનાર જીવ જ સર્વશનો સાચો ભક્ત છે, તેનું વલણ પોતાના સર્વજ્ઞસ્વભાવ તરફ ઢળ્યું છે અને ક્યાંય અટકયા વગર અલ્પકાળમાં તે સંપૂર્ણ સર્વજ્ઞ થશે. આનાથી વિરુદ્ધ એટલે કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ કરી શકે એમ જે માને છે તેણે ૧પોતાના આત્માને, ૨-સર્વજ્ઞના જ્ઞાનને, ૩-ન્યાયને કે ૪-દ્રવ્ય-પર્યાયને ખરેખર માન્યા નથી. ૧. પોતાનો આત્મા પરથી ભિન્ન છે છતાં તે પરનું કરે એમ માન્યું એટલે આત્મા ને પરરૂપે માન્યો એટલે કે આત્માને માન્યો જ નહિ. ૨. વસ્તુની અવસ્થા સર્વજ્ઞદવે જયા પ્રમાણે થાય છે તેને બદલે હું તે ફેરવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com