________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
--------
—
—
—
–
-
-
-
-
-
જેમ સર્વજ્ઞ ભગવાને જોયું તેમ જ થાય, તેમાં જરાય ફેરફાર ના જ થાય” આવી દઢ પ્રતીતિ-તેનું નામ નિયતવાદ નથી. પણ આ તો સમ્યગ્દષ્ટિ ધર્માત્માનો પુરુષાર્થવાદ છે. સમ્યગ્દર્શન સિવાય આ વાત નહિ બેસે! પરમાં જવાનું નથી પણ સ્વમાં જોવાનું છે. જેની દષ્ટિ એકલા પર પદાર્થ ઉપર જ છે તેને ભ્રમથી એમ લાગશે કે આ તો નિયતવાદ છે. પણ જો સ્વ-વસ્તુ તરફથી જુએ તો આમાં તો એકલો સ્વાધીનતત્ત્વ દૃષ્ટિનો પુરુષાર્થ ભરેલો છે. વસ્તુનું પરિણમન સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ થાય છે એમ નક્કી કર્યું ત્યાં બધાં પર દ્રવ્યોથી જીવ ઉદાસ થઈ ગયો અને તેથી સ્વદ્રવ્યમાં જ તેને જોવાનું રહ્યું અને તેમાં જ સમ્યપુરુષાર્થ આવી ગયો છે. આ પુરુષાર્થમાં મોક્ષના પાંચ સમવાય સમાઈ જાય છે. આ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાના ભાવ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનને અવલંબનારા છે. આ ભાવ ત્રણ કાળ, ત્રણ લોકમાં ફરવાના નથી. જો સર્વજ્ઞનું કેવળજ્ઞાન ખોટું પડે તો આ ભાવ ફરે! (તે અશક્ય છે.) જગત જગતને ઠેકાણે રહ્યું. જગતના જીવોને આ વાત ન બેસે તેથી શું? સર્વજ્ઞદેવે જોયેલું વસ્તુસ્વરૂપ કદી ફરવાનું નથી. સર્વજ્ઞદેવે જોયું હોય તેમ જ થાય. વાતમાં શંકા કરે તે મિથ્યા દષ્ટિ છે. નિમિત્ત અને સંયોગમાં હું ફેરફાર કરી શકું એમ જે માને છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં શંકા કરે છે અને તેથી તે પ્રગટપણે મિથ્યાષ્ટિ, અજ્ઞાની, મૂઢ છે.
અહો ! આ એક સત્ય સમજતાં જગતનાં સર્વ દ્રવ્યો પ્રત્યે કેટલો ઉદાસભાવ થઈ જાય છે! ઓછું ખાવાનો ભાવ કરે કે વધારે ખાવાનો ભાવ કરે પરંતુ જેટલા અને જે પરમાણુઓ આવવાના તેટલા અને તે જ પરમાણુઓ આવશે, તેમાં એક પણ પરમાણુને ફેરવવા જીવ સમર્થ નથી. બસ! આમ જાણીને તો શરીરનું અને પરનું કર્તુત્વ છૂટીને જ્ઞાનસ્વભાવની પ્રતીત થવી જોઈએ. આ માનવામાં અનંતુ વીર્ય સ્વતરફ કાર્ય કરે છે, પરનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com