________________
૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
અહીં બે ગાથા મૂકીને વસ્તુસ્વરૂપ બતાવ્યું છે. સમ્યગ્દષ્ટિને હજી કેવળજ્ઞાન થયું નથી ત્યાર પહેલાં પોતાના કેવળજ્ઞાનની ભાવના કરતાં વસ્તુસ્વરૂપ વિચારે છે, સર્વજ્ઞતા થતાં વસ્તુસ્વરૂપ કેવું જણાશે તેનું ચિંતવન કરે છે.
આત્માની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, જયારે આત્માની જે અવસ્થા થાય ત્યારે તે અવસ્થાને અનુકૂળ નિમિત્તરૂપ ૫૨વસ્તુ સ્વયં હાજર હોય જ છે. આત્માના ક્રમબદ્ધ પર્યાયની જે લાયકાત હોય તેને અનુસાર નિમિત્ત ન આવે તો તે પર્યાય અટકી જાય એમ બનતું નથી. ‘નિમિત્ત ન હોય તો ?' એ પ્રશ્ન જ અજ્ઞાન ભરેલો છે. ઉપાદાનસ્વરૂપની દષ્ટિવાળાને તે પ્રશ્ન ન ઊઠે. વસ્તુમાં પોતાના ક્રમથી જયારે અવસ્થા થાય ત્યારે નિમિત્ત હોય જ છે, એવો નિયમ છે.
જે તડકો છે તે પરમાણુની જ ઊજળી દશા છે અને છાંયો છે તે પરમાણુની જ કાળી દશા હોય છે. પરમાણુમાં જે સમયે કાળી અવસ્થા થવાની હોય તે જ સમયે કાળી અવસ્થા તેનાથી સ્વયં થાય છે, અને તે વખતે સામે બીજી ચીજ હાજર હોય છે. ૫૨માણુની કાળી દશાના ક્રમને ફેરવવા કોઈ સમર્થ નથી. તડકામાં વચ્ચે હાથ રાખતાં નીચે જે પડછાયો થાય છે. તે હાથના કારણે થયો નથી, પણ ત્યાંના પરમાણુની જ તે સમયની ક્રમબદ્ધ અવસ્થા કાળી થઈ છે. ૫૨માણુમાં બપોરના ત્રણ વાગે કાળી દશા થવાની છે એમ સર્વજ્ઞદેવે જોયું હોય, અને હાથ મોડો આવે તો ૫૨માણુમાં ત્રણ વાગે કાળી દશા થવી અટકી જાય ને? ના, એમ બન્ને જ નહિ. ૫૨માણુમાં બરાબર ત્રણ વાગે કાળી દશા થવાની હોય તો બરાબર તે જ વખતે હાથ વગેરે નિમિત્ત સ્વયં હાજર હોય જ. સર્વજ્ઞદેવે ત્રણ વાગે પરમાણુની કાળી દશા થશે એમ જોયું અને જો નિમિત્તના અભાવને લીધે તે દશા મોડી થાય તો સર્વજ્ઞનું જ્ઞાન ખોટું ઠરે! પરંતુ તે અસંભવ છે. જે વખતે વસ્તુની જે ક્રમબદ્ધ અવસ્થા થવાની હોય છે તે વખતે નિમિત્ત ન હોય એમ બને જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com