Book Title: Vad Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 6
________________ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જ્યાં અત્યંત માન અને ક્રોધથી યુક્ત એવા ચિત્તવાળા દુર પ્રતિવાદીની સાથે જ્યારે વાદ થાય ત્યારે વાદીનો વિજય થાય તો પ્રતિવાદીને મહાન અનર્થની પ્રાપ્તિ થવાનો પૂરતો સંભવ રહે છે. તેને પોતાનું માન ખંડિત થયાની લાગણીથી મરણ, ચિત્ત(સચ્ચિત્ત)નો નાશ, વૈરનો અનુબંધ અને તેથી સંસારમાં પરિભ્રમણ વગેરે દોષો પ્રાપ્ત થતા હોય છે. તેમ જ પ્રતિવાદીનું ચિત્ત ક્રોધયુક્ત હોવાથી આવેશમાં કોઈ વાર તે સાધુ વાદીને મારી નાખે અને શાસનના ઉચ્છેદ વગેરેને પણ તે કરે. દુષ્ટ પ્રતિવાદીની સાથે વાદ કરવામાં આપણો વિજયે પણ થાય તો ય એ રીતે મહાન અનર્થની પ્રાપ્તિ થવાનો પૂરતો સંભવ છે. આવા દુષ્ટ પ્રતિવાદીની સાથે વાદ કરતા જો વાદીનો પરાજય થાય તો શાસનની લઘુતા થાય. જૈનો જિતાયા તેથી જૈન શાસન અસાર છે.'-આ પ્રમાણે લોકો બોલવા લાગે તેના કારણે જૈનશાસનનો અવર્ણવાદ થશે. આ શુષ્કવાદનું ફળ માત્ર ગળું અને તાળવું સુકાવાનું છે અર્થાત્ “શુષ્કવાદથી એ સિવાય બીજું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી, માત્ર કંઠ અને તાળવું સુકાય છે. બુદ્ધિમાન આત્માઓએ આવા શુષ્કવાદથી દૂર રહેવું જોઈએ. તત્ત્વની જિજ્ઞાસાના અભાવે માત્ર ચર્ચા કરવાના ઈરાદાથી “શુષ્કવાદનો આવિર્ભાવ થતો હોય છે. જિજ્ઞાસા નથી હોતી, એવું નથી પરંતુ તે તત્ત્વવિષયક ન હોવાથી વાદ શુષ્ક બને છે. માત્ર સામા માણસને પછાડવાની વૃત્તિ હોવાથી વાત કરવા છતાં 588888888888888888Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74