Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ अथ वादद्वात्रिंशिका प्रारभ्यते । આ પૂર્વે ધર્મવ્યવસ્થા કઈ રીતે થાય છે તે વર્ણવ્યું. દરેક દર્શનકારો પોતપોતાની રીતે ધર્મની વ્યવસ્થા કરતા હોય છે. એમાં કઈ વ્યવસ્થા બરાબર છે અને કઈ વ્યવસ્થા બરાબર નથી : આવી શફ્કા થવાથી તેના નિવારણ માટે વાદનો આશ્રય કરવો પડે છે. તેથી ધર્મવ્યવસ્થાના નિરૂપણ પછી હવે વાદનું નિરૂપણ કરાય છે. આ રીતે પૂર્વબત્રીશીની સાથે સઙ્ગત આ બત્રીશીની શરૂઆતમાં પ્રથમ શ્લોકથી વાદના પ્રકારોને જણાવાય છે शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः । कीर्त्तितस्त्रिविधो वाद इत्येवं तत्त्वदर्शिभिः ॥८- १॥ “શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ : આ ત્રણ પ્રકારનો વાદ તત્ત્વદર્શીઓએ જણાવ્યો છે.” આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ધર્મની પ્રાપ્તિ માટે વાદ એક અદ્ભુત સાધન છે. પરંતુ કેટલીક વાર આગ્રહયુક્ત વલણના કારણે વાદ તત્ત્વનિર્ણયનું કારણ ન બનતાં તત્ત્વવિમુખતાનું જ કારણ બની જાય છે. એથી વાદના પ્રકારોનું અહીં વર્ણન કરાયું છે. જિજ્ઞાસા વાસ્તવિક રીતે પરિણમી રહે તો વાદથી તત્ત્વનિર્ણય સુધી ખૂબ જ સરળ રીતે પહોંચી શકાય છે. શ્રી ગણધરભગવંતોની સાથે કરાયેલા વાદના પરિણામથી આપણે સમજી શકીએ છીએ કે વાદ કેવો હોવો જોઈએ. તત્ત્વની જિજ્ઞાસાને તત્ત્વની પરિણતિમાં

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 74