________________
ઋણ સ્વીકાર
આ ગ્રંથપુષ્પની પ્રકાશનયાત્રા દરમ્યાન જેમનો મને સાથ, સહકાર મળ્યો તેમના પ્રત્યે હું કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરું છું.
ડૉ. શ્રી કુમા૨પાળભાઈ દેસાઈએ શરૂઆતથી અંત સુધી મને માર્ગદર્શન આપ્યું છે એમની હું અત્યંત ઋણી છું. પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી અને આદરણીય સુનંદાબેન વોહોરાનું હું ઋણ સ્વીકાર કરું છું જેઓએ મને આશીર્વચન મોકલ્યા છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના નેજા હેઠળ આ પુસ્તકનું પ્રકાશન થયું છે એ માટે સંસ્થાની અને મંત્રી શ્રી નિતિનભાઈ સોનાવાલાની આભારી છું.
અને છેલ્લે મારા કુટુંબીજનોને કેમ ભુલાય ? મારા પતિ શ્રી જીતુભાઈ અને દિકરા કુન્તલે હંમેશા મને સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે અને મારી દિકરી ચૈતાલીએ આ પુસ્તકના કવરપેજની ડિઝાઈન બનાવી છે. એ બધાની હું આભારી છું.
આ પુસ્તક સંપૂર્ણપણે જૈન શાસ્ત્રોના આધારે જ લખ્યું છે. છતાં પણ જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં.
-
-
રશ્મિ ભેદા