Book Title: Traikalik Atmavigyan Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 7
________________ બાલ્યાવયથી જ કુશાગ્ર બુદ્ધિ અને મેધાવી પ્રતિભા. તે કાળમાં સાધુઓ ગણ્યા ગાંઠયા અને તેમ પણ બહુલતાએ માત્ર આત્મકલ્યાણ સાધી શકે તેવા વળી ધાંગ્રધા જેવા નાના શહેરમાં આ સાધુઓનું ઘણું ઓછું આગમન, છતાં એકવાર પુન્ય સંયોગે પધારેલ મહાત્માની નિશ્રામાં ઉપધાનની અણમોલ આરાધના થઈ. ત્યારબાદ જાગેલી જ્ઞાનની પિપાસા અને તેને પૂર્ણ કરવા માટે ૧૦ વરસ સુધી એકાસણાનો તપ સાથેસાથે સવા ક્રોડવાર અહ મંત્રનો જાપ, અને પછી તો પૂર્વભવની કોઈ જબરજસ્ત સાધનાના પ્રતાપે ખીલેલો ક્ષયોપશમ કોઈ અજ્ઞાત પ્રેરણા અને સ્વયં સ્કૂરણાથી વેરાન વગડામાં ફૂટતી પગદંડીઓ જેવી ત્રિકાલાબાધિત દ્રવ્યાનુયોગની વિશિષ્ટ ચિંતનોની કેડીઓ. સર્વજ્ઞ કથિત આ દ્રવ્યાનુયોગનો તલસ્પર્શી અભ્યાસ, જિન પ્રતિપાદિત પંચાસ્તિકાય આદિ તત્ત્વો સાથે પદર્શનોની પણ તુલનાત્મક સમન્વયકારી જાણકારી. કેવળજ્ઞાન, મોક્ષ, કાળનું સ્વરૂપ, દ્રવ્ય, ગુણ, પર્યાય, સાત નય સપ્તભંગી ઈત્યાદિ અધ્યાત્મના પાયાના વિષયોમાં પ્રાપ્ત પ્રભુત્વ. માત્ર શબ્દાર્થ સુધી ન અટકતા ભાવાર્થ અને લક્ષ્યાર્થ સાથે રાખી પદાર્થના મૂળ સુધી પહોંચવાની પારંગતતા અને સાથોસાથ આ તત્ત્વ સુધાની વિશદ્ છણાવટ સાથે જીજ્ઞાસુઓ ઉપર અનરાધાર વૃષ્ટિ. કંઈ કેટલા સમીકરણો દ્વારા સુંદર વિશ્લેષણ અને નિઃશંક બોધ આપવાની ખૂબી સાથોસાથ એકીકરણ અને ધ્રુવીકરણની દિશા પ્રત્યેનો જ અભિગમ. પદાર્થને મૂળમાંથી ઉઠાવવાની ખૂબી, નર્યું, નીતર્યું નવનીત (cream) પીરસવાની આગવી કલા અને કોઠાસૂઝ અનન્ય છે. અને આ બધું હોવા છતા હું તો તમારામાં રહેલું જ આપું છું. મારું કથન તો નિમિત્ત-માત્ર છે. સહુનું ધ્રુવ સહુની પાસે અંદરમાં પડેલું જ છે. દીવો દીવાથી પેટાયના ન્યાયે જેમનું આ ધ્રુવ પ્રગટ થયેલું છે. અથવા તો જેમણે આ પ્રગટ કરવાની દિશા જાણી છે. તેમની નિશ્રાએ અને તેમના અનુગ્રહે જેમનું અપ્રગટ છે તેમણે પ્રગટાવવાનું છે.” સૈકાલિક આત્મવિજ્ઞાન ગ્રંથ દ્વારા ચિંતનની આવી મૌલિક પ્રતિભા આ કળિકાળમાં જોવા મળવી દુર્લભ છે. આપણા સદ્ભાગ્યે આવો અપ્રતિમ યોગ થયો છે. તેના લાભ લઈ સૌ આત્મશ્રેય સાધીએ તેવી અભ્યર્થના. લી. રાજેન્દ્ર દલીચંદ દોશી ગિરીશભાઈ તારાચંદ મહેતા મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 282