________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. તા. ૮-૧૨-૨૦ને દીવસે સીરપુર જવા માટે હમોએ પ્રત્યેક ગાડા દિઠ રૂા. ૧૨) આપવાના કરી ૧૧ ગાડાઓ ભાડે કરી બપોરે બે વાગે નીકલી, રાત્રે ૧૧ વાગ્યે પાતુરમાં આવી રાત રહીને બીજે દિવસે તા. ૮ ને દીવસે બપોરે જમી, ત્યાંથી નીકલી રાતે સાડા દસ વાગ્યે શરપુરજી ( અંતરીક્ષ પાર્શ્વનાથ ) આવી પહોંચ્યાં. તા. ૧૦ ને દીવસ ત્યાં રહી તા. ૧૧-૧૨-૨૦ ને દીવસે જમીને બપોરે બે વાગ્યે આંકેલા જવા માટે નીકળી ગયા. તા. ૧૨ ને દીવસે રાત્રે લગભગ દશને શુમારે આંકેલા આવી પહોંચ્યા. સર સામાન આંકેલા ધર્મશાળામાં મુકવાની સવડ છે. નીકળતી વખતે આંકેલાના સંધ તરફથી ભાતું વહેંચવામાં આવ્યું હતું પહેલા ગાડાઓ રાત્રે હંકાતા હતા પણ હાલ દીવસેજ હોકવાનો રીવાજ છે. વલી સીરપુરજીની ધર્મશાળામાં ન્હાવા ધોવાનું તેમ પીવાનું પાણી, દિગમ્બર અને શ્વેતાન્તાબને જુદું પહયાડવામાં આવે છે, જેને વાસ્તે કરો પણ જુદા જુદા રાખવામાં આવ્યા છે. અહીં તા. ૧૦-૧૨-૨૦ને દીવસે અમલસાડવાલા શા. ફકીરચંદ લાલચંદ તરફથી ટોળી કરવામાં આવી હતી અને કાલાથી આવતી વખતે પાતુરને તા. ૮-૧૨-૨૦ને જમણવારનો ખર્ચ, તેમ સીરપુરજીને તા. ૧૧-૧૨-૨૦નો અને વળતી વખતે પાતુરને તા. ૧૨ ને ખરચ મલી કલે રૂા. ૪૧--૦ થો હતો, જે સધળા ખરચ શા. દુલભ ભુદરજી કઠચેલી આવાલા તરફથી આપવામાં આવ્યો હતો
તા. ક–જેઓ સીરપુરજીથી મેટરમાં આવવા માંગતા હોય તો તેઓએ ત્યાંથી ગાડામાં સવારે અગીઆર વાગ્યા સુધીમાં માલેગામ આવી રહેવું, અને માલેગામમાં શેઠ મહમદ નુરમહમદ કરીને છે તેમને મલવું, કારણ કે ત્યાં ખાતે ફકત તેમની પાસે મોટર છે; બીજી મોટરે બાજુમાં ૬ માઈલ ઉપર બાસીમ કરી ગામ છે, ત્યાંથી આવે છે, તે પેસેન્જરોની ભરતી થઈ ગઈ હેય તે માલેગામમાં જગ્યા મલી શકતી નથી. માટે જેમ બને તેમ ત્યાં જલદી આવી મહમદ શેઠને ખબર આપી દેવી. આંકેલાથી આવવા માટે ધરમશાળાના મુનીમ તરફથી સવડ કરી આપવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org