________________
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા.
૩૧ કરી વીસા લે છે. ઉપરના દહેરાસેરેની વિગતઃ–( ૧ ) શ્રી શાંતિનાથની પ્રતિમા છે. (૨) શ્રી પાર્શ્વનાથની પ્રતિમાજી તથા ચણે છે. ફરતે ચાર દહેરીઓ છે, જેમાં પહેલામાં શ્રી પાર્શ્વનાથ, બીજામાં શ્રી અભિનંદન, ત્રીજામાં શ્રી આદીશ્વર અને ચેથામાં શ્રી સુમતીનાથજીની પ્રતિમાં તથા ચણે છે.
(૪) નારગિરી. ત્રીજો પહાડ ઉતર્યા પછી લગભગ | માઈલ સીધા રસ્તે ચાલી, પહાડ ચઢવાને આવે છે. જેમાં ચઢાવ છેડે છે. પરંતુ લંબાણ વધારે છે. એટલે નીચે સુધી ઉતરતાં લગભગ પાંચ માઈલ જેટલે રસ્તે થાય છે. રસ્તે છૂટા પત્થરને હોવાથી કઠણ લાગે છે. ઉપર એક દહેરી છે જેમાં શ્રી અજીતનાથની પ્રતિમાજી છે તથા ચણે છે અને તેની સામે નાની દહેરીમાં શ્રીગૌતમસ્વામીના પગલાં છે. ત્યાં દર્શન કરી નીચે ઉતરી લગભગ બે માઇલ સપાટ ચાલતાં આગળ શાલિભદ્રને ક આવે છે, ત્યાં કહેવાય છે કે શાલિભદ્રશેઠને મહેલ હતા અને હંમેશા ૮૮ પેટીઓ આભુષણ તથા ખાનપાન વિગેરેની આકાશમાંથી ઉતરતો, અને પેટીઓ એ કુવામાં નાખી દેવામાં આવતી હતી. સરકાર તરફથી ખેદ કામ કરી તપાસ કરવામાં પણ આવી હતી, પરંતુ હાથ ન લાગવાથી કુવો પુરી નાંખવામાં આવ્યું છે, જેની નીશાની હાલ પણ છે. આગળ જતા શ્રેણક મહારાજની ગુફા છે, અને ત્યાં આગળ શ્રેણક મહારાજની મુર્તિ છે. અહીં કહેવાય છે કે શ્રેણીક મહારાજને ભંડાર છે, તેમ પહેલાં રાજસભા ભરાતી હતી. ગુફાની અંદર કોઈ બીજી ભાષામાં શિલાલેખ છે. અહીંથી લગભગ બે માઈલ આગળ જતાં પાણીનું વહેલું આવે છે. જ્યાં આગળ પાંચમા પહાડને ચઢાવ શરૂ થાય છે.
(૫) વૈભારગિરી. આ પહાડ ચઢવાને વાસ્તે બે રસ્તાઓ આવે છે. પહેલો રસ્તે પાણીના વહેળાથી શરૂ થાય છે. જ્યારે બીજો રસ્તે લગભગ | ભાઈલ સપાટ ચાલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org