________________
૬
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, પર જતાં મુછાળા મહાવીરનું દહેરાસર છે, ત્યાં સરસામાન ગામમાં મુકી જરૂરીઆત ચીજ તથા પુજારીને સાથે રાખી ચકી પહેરા સાથે જવું, બેલગાડી જઈ શકે છે.
| મુછાલા મહાવીર
અહીં ધર્મશાળા તથા કુંડ છે સંપ્રતિ રાજાએ બંધાવેલ એ મુછાલા મહાવીર સ્વામીની ચમત્કારી પ્રતિમાજીનું ભવ્ય દહેરાસર તીર્થરૂપ ગણાય છે, રાત રહેવું હોય તે રહી શકાય છે, પણ નજીકમાં પહાડ છે, તેથી હીંસક પ્રાણીનો ભય રહે છે માટે રાત રહેનારે ચોકી પહેરા સહીત રાતે ધર્મશાળા માંજ રહેવું, બહાર નીકળવું નહીં. અહીંથી પાછી ધારા આવવું અને ધાણેરાથી ગાઉ ત્રણ સાદડી જવું.
સાદડી - રાણી ગામથી સાદડી આઠ ગાઉ થાય છે તેમ અહીંથી ફાલને સ્ટેશન પણ આઠ ગાઉ થાય છે અહીં ચાર દહેરાસર છે, તથા બે ધર્મશાળાઓ છે. વલી શ્રીરાણકપુરતીર્થને ભંડાર અહીંઆજ રહે છે. કારખાનાની પેઢી છે, અને જૈનશાળા પણ છે સર્વ ચીજ ભાવ મળે છે. અહીં સરસામાન મુકી જોઇતી ચીજ સાથે લઇ કારખાને મારફત ચકી પહેરે સાથે લઈ ત્રણ ગાઉ પર ડુંગરની તલેટીમાં શ્રી રાણકપુરજી તીર્થ છે ત્યાં જવું, ગાડાં પણ જઈ શકે છે.
રાણકપુર તીર્થ. જંગલમાં મોટા પહાડની તલાટી ઉપર આ જગત પ્રસિદ્ધ તીર્થ છે. વલી એ મોટી વિશાળ ધર્મશાળા વચ્ચે કેવો છે, અને તેની જોડે બીજી નાની ધર્મશાળા છે. વળી તેની જોડે ૧૪૪૪ થાંભલા તથા ૮૪ ભોંયરાવાલું ધનાશા પોરવાલનું બંધાવેલું ત્રણ માળ સુધી શ્રીરીખદેવ ભગવાનનાં ચેમુખવાનું અતિ વિશાળ દહેરાસર છે. તેમાં ડું કેતરકામ કરેલું છે. ચારે તરફ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org