________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
આબુરોડ ખરાડી. સ્ટેશનથી થોડે છેટે બાબુ બુધ્ધીસીંગજી બીસનચંદજીની ધર્મશાળા ૫૦૦ માણસો સમાઈ શકે એવડી છે. અંદર દહેરાસર છે, તેમ કારખાનામાં એક મુનીમ થા જમાદાર રહે છે. વાસણ ગંદડા તથા ન્હાવાની પણ સેઈ સારી છે. સીધુ સામાન વિગેરે જણસ ભાવ નજદીકજ મલે છે. સ્ટેશન ઉપર કરા માલ ઉપર જગાત લેવામાં આવે છે. આબુ જવા માટે મેટર તથા ગાડાને ટેકે સ્ટેશન ઉપર છે. મેટરનું ભાડું માણસ દીઠ રૂા. ૨-૬-૦ થર્ડ કલાસનું અને રૂા. ૪, સેકન્ડ કલાસનું ભાડું લેવામાં આવે છે. ગાડાનું ભાડું જણ ૪ ના . ૫ લે છે. અને એક દીવસે પહોંચાડે છે. ઉપર જવા માટે ભાડાની પાસ લીધા પહેલાં ડાકતર વીઝીટ કરે છે. આબુ ઉપર કેમ્પમાં જવા માટે પણ નીચે સ્ટેશન ઉપરથી પાસ મેળવવી પડે છે. વલી ઉપર જતાં પહેલાં માર્ગમાં શીહી દરબાર સાહેબ તરફથી મુંડકું માથા દીઠ રૂા. ૧-૩-૬ લેવામાં આવે છે, પણ જોગી સાધુ, સાધ્વી, સેવક, ભીક્ષુક, બ્રાહ્મણ, રજપુત, મુસલમાન, ચકર, સીપાઇ, એટલાનું માફ કરે છે. માઉન્ટ આબુની ૧૮ માઈલની પાકી સડક છે.
- માઉન્ટ આબુ (દેલવાડા.) આબુરોડ સ્ટેશનથી ઠેઠ ઉપર જવાને માટે પાકી સડક બાંધવામાં આવી છે. અસલ કહેવાય છે કે એ પહાડ ઉપર જવાના બાર રસ્તાઓ હતા, જેમાં હાલમાં ત્રણ રસ્તે અંગ્રેજે સડક બાંધી છે. બે આબુરોડ ખરાડીથી જવાય છે, અને ત્રીજી સડક ગામ અણદિરથી જવાય છે. આબુરોડ સ્ટેશન નથી ઉપર જતી વખતે લગભગ અધવચ્ચે આરણ કરી ગામ આવે છે, જ્યાં આગળ ધર્મશાળા થા દહેરાસર છે, અને ગાડાની મુસાફરીવાલાને તથા પગે ચાલતા જાત્રાળુઓને ભાથું આપવામાં આવે છે. ઉપર બજાર કેમ્પમાં છે. કેમ્પથી ડાબે હાથે નખી તળાવ છે, જ્યાં આગળ નવ ગામના લેકે પાણી પિતા હતા એવું કહેવાય છે. વળી કેમ્પથી જમણે હાથ તરફથી દેલવાડાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org