________________
શ્રી તીર્થ વન ભક્તિમાળા. એટલું જ નહીં પણ તેમના સદ્ગુણેનું અનુકરણ કરવાનું મન થાય છે. વળી વધારે વધારે ભાવથી નીરખીએ છીએ તથા સ્તુતિ, નમસ્કારને પુજા આદિ પ્રકારથી તેનું બહુમાન કરીએ છીએ તેમ તેમ આપણું આત્મામાં ચાલીને મોક્ષ સુખ મેળવવાનાં અંક પ્રગટ થાય છે. પ્રતિમાના દર્શન કરવાથી, તેની પુજા કરવાથી તથા જે ઉત્તમ જીવનું તે પ્રતિબિંબ છે, તેના ગુણેનું મનન કરવાથી આપણું જીંદગી પણ તેના જેવી ધર્મિષ્ટ, દયાળુ અને પરોપકારી થાય, અને આપણે પણ તેની પિઠે મેક્ષના અનંત સુખ મેળવીએ, એવી ભાવના ભાવવાથી આપણનું ક૯યાણ થાય છે, અને પરંપરાએ તેના જેવી સ્થિતિએ પહેચવાને લાયક થઇએ છીએ, કદાપિ કઈ એમ ધારે કે અરિહંત પરમાત્માની એકાંત સ્થળમાં મનને વિષે યાદી કરવાથી પણ ભાવના ભાવી શકાય છે. તે વાત સત્ય છે. પણ કારણ વિના કાર્ય નીપજતું નથી. માટે ઉપર લખ્યા પ્રમાણે કરવાની આવશ્યકતા છે. પુજાના બે પ્રકાર છે. ૧, દ્રવ્યપુજા ૨ ભાવપુજા,
૧ દ્રવ્યપુજા. દ્રવ્યપુજામાં અષ્ટપ્રકારી પુજાને સમાવેશ થાય છે. પ્રથમ સૂર્યોદય થયા પછી શુદ્ધ ગાળેલાં પાણીથી સ્નાન કરી. આખું શરીર લુછીને પુજા કરવાના જુદા સ્વચ્છ કપડાં રાખેલાં હોય તે પહેરવાં. એકવડું સાંધા વિનાનું સળંગ અખંડ ઉત્તરાસંગ રાખવું એને આઠ પડ વાળું વસ્ત્ર કરી મુખકેશ બાંધવો, એ ત્રણે વસ્ત્ર ઉજળાં તથા આખાં હોવા જોઈએ. પછી કપાળે કેસરનો ચાંલ્લે કરી, પુજા કરવાની કેશરની વાટકી લઇ પ્રતિમાજી સમીપ ઉભાં રહી નીચેના દહા બાલવા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org